________________
૫૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
ભાવાર્થ-હું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. જ્ઞાન, દર્શન, ચારિત્રમાં અર્થાત્ શ્રતધર્મ અને સામાયિક ચારિત્ર ધર્મના વિષયમાં, મેં જે દિવસ દરમ્યાન કાયિક, વાચિક તથા માનસિક અતિચાર અર્થાતુ અપરાધ કર્યા હોય; તેનું પાપ મારા માટે નિષ્ફળ થાઓ.
તે અતિચારો આ પ્રમાણે છે– સૂત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ, માર્ગ વિરુદ્ધ પ્રવૃત્તિ, કલ્પ-આચાર મર્યાદાનું ઉલ્લંઘન, ન કરવા યોગ્ય કૃત્યનું આચરણ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન રૂપ દુધ્ધન, ચિત્તની ચંચળતાથી દુષ્ટ ચિંતન, ન આચરવા યોગ્ય અનાચારોનું, અનીચ્છનીય કૃત્યોનું સેવન વગેરે શ્રમણોને ન કરવા યોગ્ય કાર્યો અતિચાર રૂપ છે.
ત્રણ ગુપ્તિ, ચાર કષાયોની નિવૃત્તિ, પાંચ મહાવ્રત, છ જવનિકાયોની રક્ષા, સાત પિડેષણા, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, દશવિધ શ્રમણ ધર્મમાં શ્રમણ સંબંધી કર્તવ્ય આદિ ખંડિત થયા હોય, વિરાધિત થયા હોય, તો તે બધા પાપ મારા માટે નિષ્ફળ થાઓ. વિવેચન :
આ પાઠ સંક્ષિપ્ત પ્રતિક્રમણ રૂપ છે. સાધક આત્મવિશુદ્ધિના લક્ષે જિનેશ્વર કથિત માર્ગ પર દઢ તમ શ્રદ્ધા કરીને, તે માર્ગને યથાર્થ રૂપે જાણીને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું અર્થાતુ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક્ ચારિત્રનું પાલન કરે છે.
સાધક જ્યાં સુધી પૂર્ણતાને કે કેવળી અવસ્થાને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેના જીવનમાં પાપ-દોષ સેવનની સંભાવના છે. તેથી સાધકે વારંવાર પોતાના કૃત્યોનું નિરીક્ષણ કરીને ગુરુ સમક્ષ તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે.
છામિ પડિલેમાં ..... હે ગુરુદેવ! ગ્રહણ કરેલા વ્રતમાં દિવસ દરમ્યાન કોઈ અતિચારનું સેવન થયું હોય, સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય, તો આપની સમક્ષ પ્રતિક્રમણ કરવાની ઇચ્છા રાખું છું. જાઓ, વારુઓ, માલિઓ..... મનુષ્ય પાસે પાપ સેવન કરવાના ત્રણ સાધન છે. મન, વચન અને કાયા. ત્રણે સાધનોનો જો સન્માર્ગે પ્રયોગ થાય, તો તે સાધનાના સાધન બને છે અને ઉન્માર્ગે પ્રયોગ થાય, તો તે કર્મબંધનના સાધન બને છે તેથી સાધકે તે ત્રણે સાધનની પ્રવૃત્તિઓ તરફ સતત સાવધાન રહેવાનું છે. મન, વચન કે કાયાથી કોઈ અતિચારનું સેવન થયું હોય, તો તેનું ચિંતન કરવાનું છે.
હવે પછીના પાઠમાં વિવિધ પ્રકારના અતિચારોનું કથન છે. કરો- ૩ષ્ક ત્રાત્પન્ન જ્ઞાન જ ત્યા સત્ર- આગમથી વિરુદ્ધ પ્રરૂપણા કરવી તે ઉત્સત્ર છે. અર્થ સૂવના સૂત્રમ્ | અર્થની સૂચના કરે, તે સૂત્ર છે. આગમના પાઠો અર્થને પ્રગટ કરતા હોવાથી, તે સૂત્ર કહેવાય છે. સૂત્રમાં સાધુ સમાચારીનું, સંયમી જીવનની મર્યાદાઓનું કથન છે. સાધુ સંયમનો સ્વીકાર કરે, વ્રત ધારણ કરે ત્યારથી તે મર્યાદાઓનું પાલન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય છે પરંતુ તથા પ્રકારના કર્મના ઉદયને આધીન બનીને સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરે અથવા સૂત્ર વિરુદ્ધ આચરણ કરે, તો તે અતિચાર દોષ છે. ૩Hો - ઉન્માર્ગ :- (૧) માર્ગ વિરુદ્ધ આચરણ કરવું. હરિભદ્રસૂરિ આદિ પ્રાચીન ટીકાકારો ક્ષાયોપથમિક ભાવને સાધકોનો માર્ગ કહે છે અને ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવમાં સંક્રમણ કરવું,