________________
પર |
શ્રી આવશ્યક સૂત્ર
તદ રંગે વરતે- શાન, દર્શન, ચારિત્ર:- અહીં જ્ઞાનથી સમ્યગુજ્ઞાનનું ગ્રહણ છે અને દર્શન તથા ચારિત્રથી સમ્યગુદર્શન અને સમ્મચારિત્રનું ગ્રહણ થાય છે. આ જૈન ધર્મનો રત્નત્રય રૂ૫ મોક્ષમાર્ગ છે. સૂત્રપાઠમાં સમ્યગુ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ અહીં શ્રમણોના પ્રતિક્રમણનો પ્રસંગ હોવાથી મોક્ષમાર્ગના અંગભૂત સમ્યગદર્શનાદિ રત્નત્રયીનું જ ગ્રહણ થાય છે.
–શ્રતઃ- શ્રુતનો અર્થ શ્રુતજ્ઞાન છે. વીતરાગ તીર્થંકર દેવના ઉપદેશ શ્રવણથી પ્રાપ્ત થયેલા આગમ સાહિત્યને શ્રુત કહે છે. આગમ સાહિત્ય લિપિબદ્ધ થયા તે પૂર્વે ગુરુ-શિષ્યની કૃતિ પરંપરાથી જ આ સાહિત્ય સુરક્ષિત રહ્યું હતું, તેથી તે શ્રુત કહેવાય છે અથવા શ્રુત શબ્દથી શ્રુતજ્ઞાન અને ઉપલક્ષણથી અન્ય જ્ઞાનનું પણ ગ્રહણ થાય છે. શ્રુત-આગમ સાહિત્યની શ્રદ્ધા અને પ્રરૂપણા યથાર્થ ન હોવી અથવા અકાલે સ્વાધ્યાય કરવો. તે તેના અતિચારરૂપ છે. સાફા ..... છકાય જીવોની રક્ષારૂપે સામાયિક ચારિત્ર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂ૫ અષ્ટ પ્રવચન માતા, સાત પ્રકારની પિડેષણા, નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ કે દશ પ્રકારના શ્રમણ ધર્મરૂપ સામાયિક ચારિત્રનું યથાર્થ રૂપે પાલન ન થયું હોય, અતિચારનું સેવન થયું હોય, કષાયના ઉદયને આધીન બન્યા હોય, તો તેનું પ્રતિક્રણ કરવાનું છે. ૬િ – યોગની શભાશભ બંને પ્રકારની પ્રવૃત્તિઓને રોકવી, તે ગુપ્તિ છે. ત્રણ યોગના ભેદથી તેના ત્રણ ભેદ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. ગુપ્તિના પાલનથી યૌગિક પ્રવૃત્તિ દૂર થાય અને આત્મા પોતાના જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગમાં સ્થિર થઈ શકે છે.
૪ વાયા- જીવનું સંસાર પરિભ્રમણ વધારે, તે કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર તેના પ્રકાર છે. પંડ્યું મહ_થા- પાંચ મહાવ્રત. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતનું જીવન પર્યત નવકોટિએ પાલન કરવું, તે પાંચ મહાવ્રત છે. છઠ્ઠ નીવળિયા- પૂથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બેઈન્દ્રિયાદિ ત્રસકાય, આ છ પ્રકારના સંસારના સમસ્ત જીવોની દયા પાળવી, તે જીવોને અભયદાન આપવું તે શ્રમણધર્મ છે. તે જીવોની દયા પાળવામાં પ્રમાદનું સેવન કરીને ઉપેક્ષા રાખવી, તે શ્રમણ ધર્મનું ઉલ્લંઘન છે. સત્તષિ સાપ- સાત-સાત પ્રકારની પિડેષણા.પિંÖષણા- પિંડ- આહાર, એષણા – અન્વેષણ. સાધુના આહાર અન્વેષણ સંબંધી કે આહાર ગ્રહણ સંબંધી વિવિધ અભિગ્રહોને અહીં પિંડેષણા કહી છે, તે સાત પ્રકારની છે– (૧) અસંતુષ્ટા- હાથ અથવા પાત્ર ખાદ્ય પદાર્થોથી લિપ્ત-લેપાયેલા ન હોય, તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અસંતૃષ્ટા પિંડેષણા છે. જેમ કે- શાક વહોરાવવાનો ચમચો શાકવાળો ન હોય, તો તે ચમચાથી શાક લેવાનો સંકલ્પ કરવો. (૨) સંસણ– હાથ અથવા પાત્ર ખાદ્ય પદાર્થોથી લિપ્ત-લેપાયેલા હોય, તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે સંસૃષ્ટાપિંડેષણા છે. જેમ કે– શાક વહોરાવવાનો ચમચો શાકવાળો હોય, તો તેવા ચમચાથી જ શાક લેવાનો સંકલ્પ કરવો. (૩) ઉલતા– ગુહસ્થ જેમાં રસોઈ બનાવી હોય, તે વાસણમાંથી અન્ય વાસણમાં ભોજન કાઢીને રાખ્યું હોય, તે લેવું.