________________
[ ૪૬ ]
શ્રી આવશ્યક સૂત્ર
(૪) મહેડક્રૉડનેન તિ મંતન્જેના દ્વારા આત્મા અલંકૃત થાય, ગુણોથી શોભાયમાન થાય, તે મંગલ છે. (૫) મહાને પૂજતેગનેન તિ મંતજેના દ્વારા આત્મા પૂજનીય બને, તે મંગલ છે. (૬) જેના વડે વિદ્ગોને નાશ થાય, તે મંગલ છે.
આ રીતે મંગલ શબ્દના વિવિધ અર્થોથી “મંગલ' નું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. લોકના કોઈ પણ પદાર્થોમાં મંગલનો અર્થ ઘટિત થતો નથી. પ્રત્યેક પદાર્થ નાશવંત છે. પ્રત્યેક વ્યક્તિ અને તેના સંબંધો ક્ષણિક છે, તેથી તેના વડે હિતની કે ધર્મની પ્રાપ્તિ થતી નથી કે મમત્વનો કે વિનોનો નાશ થતો નથી, તેથી જગતની કોઈપણ વ્યક્તિ કે પદાર્થો મંગલરૂપ બની શકતા નથી. મંગલના પ્રકાર :- સાધકોએ લોકમાં મંગલ પદાર્થોની શોધ કરીને કહ્યું કે આ લોકમાં ચાર મંગલ છે. (૧) અરિહંત ભગવાન, (૨) સિદ્ધ ભગવાન, (૩) સાધુ ભગવાન અને (૪) કેવલી પ્રરૂપિત ધર્મ મંગલરૂપ છે.
મંગલ શબ્દની ઉપરોક્ત વ્યુત્પત્તિઓ અરિહંતાદિમાં યથાર્થરૂપે ઘટિત થાય છે, તેથી તે મંગલ સ્વરૂપ છે. ચાર ઘાતિ કર્મોથી મુક્ત, કેવળજ્ઞાન-કેવળદર્શનથી યુક્ત, દેવકૃત અષ્ટ પ્રાતિહાર્યરૂપે પૂજાથી પૂજનીય, રૈલોક્ય વંદનીય અરિહંત ભગવાન મંગલ સ્વરૂપ છે. અરિહંત ભગવાન શ્રુત અને ચારિત્ર ધર્મની પ્રરૂપણા કરે છે, તેઓની આરાધનાથી ધર્મની અને આત્મહિતની પ્રાપ્તિ થાય છે, આત્મા અનેક ગુણોથી અલંકૃત થઈને સ્વયં વંદનીય અને પૂજનીય બની જાય છે, તેથી અરિહંત ભગવાન મંગલ સ્વરૂપ છે.
આઠે કર્મોથી મુક્ત, કેવળજ્ઞાન આદિ મુખ્ય આઠ ગુણોથી યુક્ત, દેહ રહિત, શુદ્ધ આત્મ સ્વરૂપમાં અનંતકાલ સુધી સ્થિત સિદ્ધ ભગવાન મંગલ સ્વરૂપ છે. તેઓ સાધકોના લક્ષ્યરૂપ હોવાથી સાધકો તેઓને લક્ષ્ય બનાવીને પોતાની સાધનાની સિદ્ધિ કરે છે, તેથી તેઓ મંગલરૂપ છે.
પંચ મહાવ્રતના પાલક, મોક્ષ માર્ગના આરાધક સાધુ ભગવાન મંગલ સ્વરૂપ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ ત્રણેનો સમાવેશ સાધુ પદમાં થાય છે. સાધુ ભગવંતો સ્વયં સાધના કરે છે અને ભવ્ય જીવોને પોતાની સાથે ધર્મની આરાધના કરાવે છે, તેથી તેઓ મંગલ છે.
કેવળજ્ઞાન-કેવળદર્શનના ધારક, રાગ-દ્વેષથી મક્ત, લોકાલોકના જ્ઞાતા સર્વજ્ઞ વીતરાગ, કેવળી ભગવાન પ્રરૂપિત ધર્મ મંગલ છે. ધર્મ- વલ્થ સાવ ઘરનો | વસ્તુનો સ્વભાવ, તે ધર્મ છે. શીતળતા પાણીનો સ્વભાવ છે, ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે, તેનો સ્વભાવ જ તેનો ધર્મ કહેવાય છે, તેમ જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ, તે આત્માનો સ્વભાવ છે, તેથી જ્ઞાન અને દર્શન તે આત્મધર્મ છે. તે આત્મધર્મની પ્રાપ્તિના ઉપાયો અહિંસા, સંયમ, તપ, જપ આદિ અનુષ્ઠાનોને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ધર્મ કહ્યા છે.
શ્રી હરિભદ્રસૂરિકૃત દશવૈકાલિક સૂત્રની ટીકામાં ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે– કુતિ Hપત્તમાત્માને ધારતીતિ ધર્મ | દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે, તેને દુર્ગતિમાં પડવા ન દે, ઉપર ઊઠાવી લે, તેવા અહિંસા, સંયમ અને તપની આરાધના તે ધર્મ છે.
ધર્મ એ જીવ માત્રનો સ્વભાવ છે. તે શુદ્ધ ધર્મ જ આત્માનું હિત કરી શકે છે, શુદ્ધ ધર્મ જ મંગલની કસોટીમાંથી પાર ઉતરે છે. સૂત્રકારે શુદ્ધ ધર્મની શુદ્ધતા જળવાઈ રહે તે માટે ધર્મની સાથે વનિ પાછો વિશેષણ પ્રયુક્ત કર્યું છે.