SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૪ ૫ ચોથો આવશ્યક પ્રતિક્રમણ પાઠ-૧ઃ સામાયિક પ્રતિજ્ઞા સૂત્ર કરેમિ ભંતે - | १ करेमि भंते ! सामाइयं सव्वं सावज जोगं पच्चक्खामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं ण करेमिण कारवेमि करत पि अण्णं ण समणुजाणामि, तस्स भंते पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । પાઠ-૨ માંગલિક | ચત્તારિ મંગલ - | १ चत्तारि मंगलं-अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलि-पण्णतो धम्मो मंगलं । શબ્દાર્થ - વારિ – ચાર, કાત્ત – મંગલ છે, આરિતા – અરિહંત, સિદ્ધા – સિદ્ધ, સાત્ - સાધુ ત્તિ - કેવલીનો, પાણતો – પ્રરૂપિત-કહેલો, ધબ્બો - ધર્મ. ભાવાર્થ :- સંસારમાં ચાર મંગલ છે – અરિહંત ભગવાન મંગલ છે, સિદ્ધ ભગવાન મંગલ છે, સાધુ ભગવાન મંગલ છે, સર્વજ્ઞ કેવળી પ્રરૂપિત ધર્મ મંગલ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં લોકના ચાર મંગલનું કથન છે. મંગલ - આવશ્યક નિર્યુક્તિ તથા હરિભદ્ર સૂરિકત વ્યાખ્યામાં “મંગલ’ શબ્દની અનેક પ્રકારે વ્યુત્પત્તિઓ આપી છે. મ- ગત્યર્થક ધાતુથી મંગલ શબ્દ બન્યો છે. ગત્યર્થક પ્રત્યેક ધાતુનો પ્રયોગ જ્ઞાન અર્થમાં અથવા પ્રાપ્તિ અર્થમાં થાય છે. (૧) જેના વડે હિતની પ્રાપ્તિ થાય, હિત સધાય, તે મંગલ છે. (૨) નં – ધર્મ અને ના – નાતિ, શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મને જે લાવે, સ્વાધીન કરે, તે મંગલ છે અર્થાત્ ધર્મનું ઉપાદાન કારણ મંગલ છે. (૩) નામ નિતિ તિ માનઃ | મારા મમત્વ ભાવને, સંસાર ભાવને ગાળી નાખે અર્થાત્ નાશ કરે, તે મંગલ છે.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy