________________
આવશ્યક ૪
છે.
રાગ-દ્વેષથી સર્વથા મુક્ત, લોકાલોકના જ્ઞાતા, વીતરાગ-સર્વજ્ઞ જ આપ્ત પુરુષ છે. તેઓ વસ્તુસ્વરૂપને યથાર્થ રીતે જાણે છે અને જે પ્રમાણે જાણે છે તે પ્રમાણે કથન કરે છે, તેથી તેમના વચનો જ સર્વગ્રાહ્ય બને છે. રાગ-દ્વેષ યુક્ત છદ્મસ્થ પુરુષો લોકાલોકના પ્રત્યક્ષ જ્ઞાતા નથી તેથી તેમના વચનો યથાર્થ હોતા નથી. યથાર્થ જ્ઞાની, યથાર્થ વચની કેવલી ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મ જ મંગલ સ્વરૂપ આ ચાર મંગલમાં સર્વ મંગલોનું મૂળભૂત કારણ ધર્મ છે. અરિહંત, સિદ્ધ અને સાધુ રૂપ મંગલનું નિર્માણ ધર્મની આરાધનાથી થાય છે. આ મંગલ ચતુષ્ટયીમાં અરિહંત અને સિદ્ધ આપણા આદર્શ રૂપ છે. તેમના સ્મરણથી આપણું લક્ષ્ય નિશ્ચિત્ થાય છે, તેમને હૃદયપટ પર સ્થાપિત કરીને આપણે સાધના કરવાની છે. સાધુ આપણી સાધનાના અનુભવી સાથી અને માર્ગદર્શક છે.
४७
સંક્ષેપમાં આ લોકમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ, આ ચારે લોકોત્તર મંગલ છે. લોકમાં મનાતા મંગલભૂત પદાર્થો શ્રીફળ, કુમકુમ, અક્ષત વગેરે વિઘ્નોનો નાશ કરવામાં કે હિતની પ્રાપ્તિ કરવામાં સમર્થ નથી, તે વાસ્તવિક મંગલ નથી.
ચત્તારિ લોગુત્તમા
२ चत्तारि लोगुत्तमा- अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलि-पण्णत्तो धम्मो लोगुत्तमो ।
:
શબ્દાર્થ :- ભોળુહમા – લોકમાં ઉત્તમ છે.
ભાવાર્થ :- સંસારમાં ચાર ઉત્તમ- શ્રેષ્ઠ છે. અરિહંત ભગવાન લોકમાં ઉત્તમ છે. સિદ્ધ ભગવાન લોકમાં ઉત્તમ છે, સાધુ ભગવાન લોકમાં ઉત્તમ છે, સર્વજ્ઞ-કેવળી પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં લોકમાં રહેલા ચાર ઉત્તમનું નિરૂપણ છે.
ઉત્તમ :– ઉત્તમ શબ્દમાં ઉત્ ઉપસર્ગ ઊંચાઈના અર્થમાં છે અને સર્વ શ્રેષ્ઠતા સૂચક ‘તમ’ પ્રત્યય છે, તેથી ઉત્તમ એટલે સર્વથી ઊંચુ, સર્વ શ્રેષ્ઠ, સર્વઘા અને સર્વદા ઉત્થાન તરફ લઈ જાય, એક્વાર ઉત્થાન થયા પછી કદાપિ પતન ન થાય, તે ઉત્તમ છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ, આ ચાર ઉત્તમ છે. અરિહંત ભગવાન ઔયિકાદ ભાવથી લોકમાં ઉત્તમ છે. વ્યાખ્યાકારે કહ્યું છે કે
अरिहंता ताव तर्हि उत्तमा हुंती उ भावलोयस्स । कम्हा ? जं सव्वासि कम्मपयडी पसत्थाणं ।
અરિહંત ભગવાને ચારે ઘાતિકર્મની પ્રકૃતિનો સર્વથા ક્ષય કર્યો છે અને ચાર અઘાતિ કર્મોની ઉત્કૃષ્ટ શુભ-પુણ્ય પ્રકૃતિના ઉદયને ભોગવી રહ્યા છે, તેથી તેઓ ભાવ લોકમાં સર્વશ્રેષ્ઠ અથવા સર્વોત્તમ છે. સિદ્ધ ભગવાન :– માયિક ભાવથી લોકમાં ઉત્તમ છે. તેમણે ઘાતિ-અઘાતિ આદિ આઠે કર્મનો સર્વથા નાશ કર્યો છે, તેથી તેઓ શાયિક ભાવમાં સર્વોત્તમ છે અને લોકના અગ્ર ભાગે શાશ્વતકાલ પર્યંત બિરાજમાન હોવાથી ક્ષેત્ર લોકમાં પણ ઉત્તમ છે.
સાધુ ભગવાન :– આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવાન અરિહંત કથિત જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરતા હોવાથી ઉત્તમ છે.