________________
૩૬ ]
શ્રી આવશ્યક સૂત્ર
Tયમ સંગમસટ્ટાયાવસથાસ્તુ ગોણુ ગયા, તે તે ગત્તા (શતક–૧૮/૧૦/૯) તપ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ સંયમ યોગમાં પ્રવૃત્તિ થવી, તે યાત્રા છે. જે સાધના દ્વારા મોક્ષ તરફ ગતિ થાય, તે સાધના સંયમ યાત્રા કહેવાય છે. નવનિં - યાપનીય. સંયમરૂપ યાત્રામાં ભાથાની જેમ ઉપયોગી થાય, તે સાધનોને યાપનીય કહે છે. યાપિનીયના બે પ્રકાર છે. ઇન્દ્રિય યાપનીય અને નોઈદ્રિય યાપનીય. મોક્ષ સાધનામાં સંલગ્ન પુરુષોની ઇન્દ્રિય અને મનની સ્વાધીનતા અથવા વિષયકષાયને જીતવા માટેનો પુરુષાર્થ, સંયમયાત્રાનું યાપનીય- ભાથું છે. - સાધનાના ક્ષેત્રમાં ગુરુ અને શિષ્ય બંને પોત-પોતાની સાધના સ્વતંત્ર રીતે કરતાં હોય છે. તેમાં શિષ્યનું કર્તવ્ય છે કે પોતાના અનંત ઉપકારી ગુરુને શરીરાદિની સુખશાતા પૂછવી. ક્યારેક ગુરુને કોઈ સેવાની જરૂર હોય, તો શિષ્યને સેવાનો લાભ મળે. તે દષ્ટિકોણથી શિષ્ય ગુરુની સંયમયાત્રાની તથા થાપનીય-ઇન્દ્રિય અને મનની સુખશાતાની પૃચ્છા કરે છે. (૪) ક્ષમાયાચના-વામિ હમાસમખો... વોસિરામિ સુધીનો પાઠ ગુરુની ક્ષમાયાચના માટે છે. શિષ્યના વર્તન-વ્યવહારથી ગુરુનો કોઈ પણ પ્રકારે અપરાધ થયો હોય, તેત્રીસ પ્રકારની આશાતનામાંથી કોઈ પણ પ્રકારે આશાતના થઈ હોય, તો ગુરુ સમક્ષ શિષ્ય તેની ક્ષમાયાચના કરે છે.
વર્સિયા- અવશ્ય કરવા યોગ્ય ચરણ-કરણ રૂપ શ્રમણયોગને આવશ્યક કહે છે. આવશ્યક યોગની સાધના કરતાં કોઈ ભૂલ થઈ જાય, તો તે ભૂલનું પ્રતિક્રમણ કરીને તેની ક્ષમાયાચના કરે છે. બાવળા- આશાતના (૧) આ સન્ત શાત્યને ઉડ્ડયન્ત જ્ઞાનાત્યો અ યથા ના આશાતના જેના દ્વારા આત્મગુણોનો નાશ થાય, ખંડન થાય, તે આશાતના છે (૨) આ સમન્નાન રાતન અવસદ્ધિ મોકાસુd યા ના આશાતના ! જે ક્રિયા મોક્ષ સુખનો નાશ કરે, અવરોધ કરે, તે આશાતના છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં આશાતનાના તેત્રીસ પ્રકાર કહ્યા છે. વ્યાખ્યાકારોએ મુખ્ય ચાર પ્રકારમાં જ સર્વ આશાતનાનો સમાવેશ કર્યો છે. (૧) દ્રવ્ય આશાતના- આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિના આદાન-પ્રદાનમાં ગુર્નાદિકોનો વિનય ન રાખવો, પ્રિય અને અનુકૂળ દ્રવ્યનો ઉપભોગ સ્વયં કરવો, અપ્રિય કે પ્રતિકૂળ દ્રવ્ય વડીલ સંતોને આપવા, તે દ્રવ્ય આશાતના છે. (૨) ક્ષેત્ર આશાતના- સ્થાન ગ્રહણ કરવામાં ગુર્નાદિકોનો વિનય ન રાખવો. સૂવામાં, બેસવામાં પોતાની સ્વચ્છંદ બુદ્ધિથી વડીલ સંતોની અવજ્ઞા કે અપમાન કરવું, તે ક્ષેત્ર આશાતના છે. (૩) કાલ આશાતના- રાત્રે કે વિકાલમાં ગુર્નાદિકો બોલાવે, પ્રશ્ન પૂછે ત્યારે તેનો ઉત્તર ન આપવો, જાગતા હોવા છતાં મૌન રહેવું વગેરે કાલ આશાતના છે. (૪) ભાવ આશાતના– ગુરુ કે રત્નાધિક સંતો પ્રતિ આદર કે બહુમાનનો ભાવ ન રાખવો. તેમની સાથે ‘તું-તું' જેવા તુચ્છ શબ્દ પ્રયોગથી વાર્તાલાપ કરવો, તે ભાવ આશાતના છે. મહુડી ......શિષ્યની ત્રણ યોગની અશુભ પ્રવૃત્તિથી ગુરુની આશાતના થાય છે. (૧) મન દુષ્કૃતતા– ગુરુ પ્રતિ મનમાં દ્વેષ, દુર્ભાવ, ધૃણાના ભાવ રાખવા, તે મનો દુષ્કૃતતા આશાતના છે. તે જ રીતે અભદ્ર વચન વ્યવહારથી વાગદુષ્કૃતતા આશાતના અને ગુરુના આસન પર પગ મૂકવા, ગુરુ સાથે ભટકાઈને ચાલવું વગેરે કાયિક કુચેષ્ટાથી કાયદુષ્કૃતતા આશાતના થાય છે.