________________
આવશ્યક ૩
62
વોT....... ક્રોધાવેશથી થતી આશાતના ક્રોધવતી આશાતના છે, તે જ રીતે માન, માયા કે લોભાવેશથી થતી આશાતના ક્રમશઃ માનવતી, માયાવતી અને લોભવતી આશાતના કહેવાય છે. સવ્વપાલિયાપ- સાર્વકાલિકી— કાલ સંબંધી આશાતનાનું આ વિશેષણ છે. તેના બે અર્થ થાય છે— (૧) શિષ્ય ગુરુદેવના ચરણોમાં આશાતનાનું પ્રતિક્રમણ કરતા નિવેદન કરે છે કે હે ભગવન્ ! હું દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક આશાતના માટે ક્ષમા માંગુ છું અને તેનું પ્રતિક્રમણ કરું છું એટલું જ નહીં પરંતુ અત્યાર સુધીના આ જીવનમાં જે અપરાધ થયા હોય તેની પણ ક્ષમાયાચના કરું છું. તેનાથી આગળ વધીને અનંતાનંત અતીત જન્મોમાં જે ભૂલ થઈ હોય, અવહેલના થઈ હોય તે સર્વની ફામા યાચના કરું છું.
(૨) સાર્વકાલિકી એટલે માત્ર વર્તમાનકાલીન જ નહીં પરંતુ અનંત ભૂતકાલીન અપરાધોની ક્ષમાયાચના કરવી અને અનંત ભવિષ્યકાલમાં કોઈ પણ પ્રકારની અવહેલના કે આશાતાનાનો ભાવ ન રાખવો, ભવિષ્યમાં તથાપ્રકારની કોઈ પણ આશાતના ન થાય, તે માટે પ્રતિજ્ઞાબદ્ધ થવું. આ રીતે સાર્વકાલિકી શબ્દ દ્વારા વૈકાલિક આશાતનાની ક્ષમાયાચના કરવાની છે.
સવ્વ મિોવયારાÇ- સર્વ મિથ્યા ઉપચારોથી. ક્યારેક શિષ્ય પોતાના તર્ક-વિતર્કથી કે સ્વચ્છંદ બુદ્ધિથી ગુરુના આશય કે અભિપ્રાયને સમજ્યા વિના મિથ્યા વ્યવહાર દ્વારા ગુરુની આશાતના કરે છે. સધમ્માવામળા- સર્વ ધર્મનું ઉલ્લંઘન કરવાથી, ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મનું ઉલ્લંઘન કરવાથી શિષ્ય પોતાના સાધના માર્ગથી વ્યુત થાય છે અને સાધનાથી વ્યુત થયેલા સાધકના વ્યવહારથી ગુરુની આશાતના થાય છે.
આ રીતે પ્રસ્તુત તિત્તીસયરા...........સધાવમળાત્ ઉપરોક્ત સૂત્રપાઠમાં બતાવેલા કોઈ પણ કારણથી શિષ્યનો ગુરુ પ્રતિ આદર, બહુમાન કે ભક્તિનો ભાવ ઘટી ગયો હોય અને ગુરુની આશાતના થઈ હોય, તો તેની આલોચના અને પ્રતિક્રમણપૂર્વક ગુરુ સમક્ષ અંતઃકરણપૂર્વક ક્ષમાયાચના કરવાની હોય છે. આ રીતે ગુરુ વંદનની વિશિષ્ટ વિધિ અધ્યાત્મવિકાસમાં ગુરુની મહત્તાને પ્રદર્શિત કરે છે. વંદનવિધિ— વંદન કરવાની ઇચ્છાવાળા શિષ્ય ગુરુની સન્મુખ, ગુરુના અવગ્રહની બહાર અર્ધ અવનત (અર્ધા નમીને) આસનમાં સ્થિર થઈને કૃમિ અમાસમળે.....થી નિીદિયાર સુધીનો પાઠ બોલી
પોતાની વંદન કરવાની ઇચ્છા પ્રગટ કરે છે.
શિષ્યના આ પ્રકારના નિવેદન કર્યા પછી ગુરુદેવ જો સ્વસ્થ ન હોય અથવા કોઈ કાર્ય વિશેષમાં વ્યસ્ત(રોકાયેલા) હોય તો સિવિલ્ડંગ-ત્રિવિધન એવો શબ્દ પ્રયોગ કરે અર્થાત્ અવગ્રહની બહાર રહીને જ સંક્ષિપ્ત વંદન કરો. ત્યારે શિષ્યે અવગ્રહની બહાર રહીને જ સિમ્બુતોના પાઠ દ્વારા સંક્ષિપ્ત વંદન કરી લેવું જોઈએ. જો ગુરુદેવ સ્વસ્થ અને અવ્યગ્રચિત્ત હોય તો છવેળ છન્વયા એવો શબ્દ કહે છે અર્થાત્ ઇચ્છાનુસાર વંદન કરવાની સંમતિ આપે છે.
ગુરુદેવ તરફથી વંદન કરવાની આજ્ઞા મળી ગયા પછી, શિષ્ય આગળ વધીને અવગ્રહ-ક્ષેત્રની બહાર પરંતુ નિકટમાં જ અવગ્રહ પ્રવેશની આજ્ઞાયાચના નામના બીજા સ્થાનમાં પ્રવેશ કરીને અર્ધ અવનત થઈને નમન કરે છે અને ગુરુદેવને અનુજ્ઞાબત ને મિતું આ પાઠ દ્વારા અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માંગે છે. આજ્ઞા માંગ્યા પછી ગુરુદેવ પુષિ એ પદ દ્વારા આજ્ઞા પ્રદાન કરે છે.
આજ્ઞા મળ્યા પછી યથાજાત મુદ્દા - જન્મ સમયે બાળકની અથવા દીક્ષા ગ્રહણ સમયે શિષ્યની