________________
આવશયક-૭
.
| ૩૫ ]
શિષ્ય સ્વયં પોતાની ઈચ્છાથી ગુરુને વંદન કરવા ગુરુની સમક્ષ ઉપસ્થિત થાય છે અને પોતાની વંદન કરવાની ભાવના પ્રગટ કરે છે. હે ક્ષમાશ્રમણ ગુરુદેવ! હું સર્વ પાપ પ્રવૃત્તિનો નિષેધ કરીને, મારી શક્તિ અનુસાર આપને વંદન કરવાની ઇચ્છા રાખું છું. ઉમાસમખો- ક્ષમાશ્રમણ-સમ શબ્દના શ્રમણ, શમન, મન, આ ત્રણ સંસ્કૃત રૂપ થાય છે. (૧) શ્રમણ- બાર પ્રકારની તપસ્યાનો અથવા ઇન્દ્રિય અને મન પર વિજય પ્રાપ્ત કરવાનો શ્રમ કરે, તે શ્રમણ છે. (૨) મન- ક્રોધાદિ કષાયો અને હાસ્યાદિ નોકષાયોને શાંત કરે, તે શમન છે. (૩) સનન – શત્રુ અને મિત્ર પર સમભાવ રાખે, તે સમન છે.
શ્રમ ધાતુ તપ અથવા ખેદના અર્થમાં પ્રયુક્ત છે. તેથી જે તપશ્ચરણ કરે અને સાંસારિક ભાવોથી ખેદ પામીને તેનાથી નિર્લેપ રહે, તે શ્રમણ કહેવાય છે.
શ્રમણો ઉપકાર કે અપકાર કરનારા સર્વ જીવોને સમાન દષ્ટિથી જુએ છે. અપકાર કરનારાઓને પણ અવશ્ય ક્ષમા પ્રદાન કરે છે, પ્રસ્તુતમાં સાધુના ક્ષમા ગુણની પ્રધાનતા દર્શાવવા ક્ષમાશ્રમણ શબ્દનો પ્રયોગ કર્યો છે. (૨) આશા યાચના– અણુનાહ ને મિ ૩ શિષ્ય પોતાનું સમગ્ર જીવન ગુરુને સમર્પિત કરે છે, તેથી તે પ્રત્યેક ક્રિયા ગુરુની આજ્ઞાપૂર્વક કરે છે. ગુરુને વંદન કરવા માટે પણ શિષ્ય ગુરુની આજ્ઞા માંગે છે. મિ ૩ હં- વંદન કરવા માટે મિત–પરિમિત અવગ્રહમાં પ્રવેશ કરવાની ને ગણુનાગઢ- મને આજ્ઞા આપો. ગુરુને કોઈ પ્રતિકૂળતા ન હોય, તો અજુગામ શબ્દો બોલીને આજ્ઞા પ્રદાન કરે છે. અવગ્રહ - ગુરુદેવ જ્યાં બિરાજમાન હોય ત્યાં ગુરુદેવની ચારેય તરફ ચારે ય દિશાઓમાં સાડા ત્રણ હાથનું ક્ષેત્ર ગુનો ક્ષેત્રાવગ્રહ કહેવાય છે. તેટલા ક્ષેત્રમાં ગુરુદેવ ઇચ્છાનુસાર ઊભા રહે, બેસે, સ્વાધ્યાય કરે, ધ્યાન કરે, આવશ્યકતાનુસાર શયન કરી શકે છે. આ અવગ્રહમાં ગુરુદેવની આજ્ઞા લીધા વગર પ્રવેશ કરવાનો નિષેધ છે. ગુરુદેવના ગૌરવ અથવા મર્યાદા માટે શિષ્ય ગુરુદેવના સાડા ત્રણ હાથના અવગ્રહથી બહાર ઊભા રહેવું જોઈએ. વંદના, વાચના આદિ આવશ્યક કાર્ય માટે ગુરુદેવની સમીપે જવું હોય, તો પ્રથમ આજ્ઞા ગ્રહણ કરે અને પછી જ અવગ્રહમાં પ્રવેશ કરે. (૩) સુખશાતાની પૃચ્છા- અહો #ાય ...... ગવળગં રમે સૂત્રપાઠ ગુરુને શારીરિક સુખશાતા, સંયમયાત્રાની શાતા તથા યાપનીય સંબંધી સુખશાતાની પૃચ્છા માટે છે.
સો વર્ષ.... નું સંસ્કૃત રૂપ અધઃ વય થાય છે. તેનો અર્થ કાયાનો નીચેનો ભાગ અર્થાત્ ચરણ થાય છે. વાય પણ મારી કાયાથી અર્થાત્ મારા હાથથી અથવા મસ્તકથી આપના ચરણોનો સ્પર્શ કરવાથી આપને આંશિક પણ દુઃખ થયું હોય, તો આપ ક્ષમા કરો. અવિનંતા- અહીં અલ્પ શબ્દ અભાવનો વાચક છે. કિલામના – બાધા પીડા. હે ગુરુદેવ ! આપનું શરીર સંપૂર્ણ રીતે બાધા–પીડા રહિત કુશલ છે? આપનો આજનો દિવસ ખૂબ જ શાંતિથી પસાર થયો છે? આપની સંયમ યાત્રા નિરાબાધ છે? આપનું શરીર, ઇન્દ્રિય, મન આદિ ઉપાધિથી રહિત છે? નિત્તા- યાત્રા. શ્રી ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર અને સોમિલ બ્રાહ્મણનો સંવાદ છે. તેમાં સોમિલ બ્રાહ્મણે યાત્રા અને યાપનીય સંબંધિત પ્રશ્નો પૂછ્યા છે. ભગવાને ઉત્તર આપ્યો છે કે તમિત != ને તવ