________________
ઉદ્દેશક–ર
૩૧
બનાવી, સાધુ પુનઃ ભિક્ષાકાળે પધારે ત્યારે દૂષિત આહાર વહોરાવે, માટે આચારાંગ સૂત્રના શ્રું-૨, અ-૧, ઉ-૯માં પરિચિતકુળમાં ભિક્ષાના સમય પૂર્વે પ્રવેશ કરવાનો નિષેધ છે અને અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અન્યતીર્થિકાદિ સાથે ગમન ઃ
४० जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं गाहावइकुलं पिंडवायपडियाए णिक्खम इ वा अणुप्पविसइ, अणुपविसंतं णिक्खतं वा साइज्जइ ।
ભાવાર્થ -- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે અથવા પારિહારિક–ઉત્તમ સાધુ અપારિહારિક—પાર્થસ્થાદિ સાધુ સાથે ગૃહસ્થના ઘરમાં ગોચરી માટે પ્રવેશ કરે, નીકળે કે પ્રવેશ કરનારનું કે બહાર નીકળનારનું અનુમોદન કરે,
४१ जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं बहिया विहारभूमिं वा वियारभूमिं वा पविसइ वा णिक्खमइ वा पविसंत वाणिक्खमंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે અથવા પારિહારિક (ઉત્તમ સાધુ) અપારિહારિક (પાર્શ્વસ્થાદિ) સાધુ સાથે વિહાર ભૂમિ–સ્વાધ્યાય ભૂમિમાં કે વિચારભૂમિ—સ્થંડિલ ભૂમિમાં પ્રવેશ કરે, નીકળે, પ્રવેશ કરનાર કે નીકળનારનું અનુમોદન કરે,
४२ जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं गामाणुगामं दूइज्जइ, दूइज्जतं वा साइज्जइं ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે અથવા પારિહારિક–ઉત્તમ સાધુ, પાર્શ્વસ્થાદિ અપારિહારિક સાધુની સાથે એક ગામથી બીજે ગામ (ગ્રામાનુગ્રામ) વિહાર કરે કે વિહાર કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પારિહારિક સાધુને અન્યતીર્થિક આદિ ત્રણની સાથે ગોચરી આદિ માટે ગમન કરે, તો તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
પારિહારિક— ગવેષણા-દોષોના પૂર્ણ જ્ઞાતા અને ગવેષણાના દોષો ન લગાડનારા ઉત્તમ સાધુ, અપારિહારિક- ગવેષણા-દોષોના જ્ઞાતા હોવા છતાં પ્રમાદવશ દોષોનું સેવન કરનારા પાર્શ્વસ્થાદિ, અન્યતીર્થિક— આજીવક, ચરક, પરિવ્રાજક, શાક્ય આદિ ભિક્ષુ.
ગૃહસ્થ— ભિક્ષાજીવી ગૃહસ્થ અર્થાત્ શનિવાર આદિ નિશ્ચિત્ત દિવસે ભિક્ષા કરનાર,
ગવેષણાના દોષોના જ્ઞાતા સાધુએ ગવેષણાના દોષના જ્ઞાતા અન્ય સાધુ સાથે જ ગોચરીએ જવું ઉચિત છે. ગવેષણાના દોષના જ્ઞાતા ન હોય, તેવા અન્યતીર્થિક કે અન્યભિક્ષુ સાથે અથવા દોષો જાણવા છતાં પ્રમાદથી દોષોનું સેવન કરનારા અપારિહારિક શિથિલાચારી (જૈન સાધુ) સાથે જવું ઉચિત નથી.