________________
૩૦ |
શ્રી નિશીથ સૂત્ર
પુસંધવ :- પૂર્વ સંસ્તવ. ભિક્ષા ગ્રહણ કરતા પહેલાં ભિક્ષા દાતાની પ્રશંસા કરવી “પૂર્વ સંસ્તવ દોષ છે. સરસ, શ્રેષ્ઠ આહાર પ્રાપ્ત કરવાના આશયથી સાધુ દાતા દાન આપે તે પૂર્વે દાતાની પ્રશંસા કરે છે.
કેટલાક સાધુ-સાધ્વી દાતાની પ્રશંસા ન કરતાં પોતાની જ પ્રશંસા કરે છે. તે પોતાના જાતિ-કુળ ની, જ્ઞાન-ધ્યાનની કે તપસ્યા આદિની ચમત્કાર ભરી ગરિમા બતાવીને દાતાને પ્રભાવિત કરે છે. સ્વપ્રશંસા પાછળનો આશય પણ સન્માનપૂર્વક યથેષ્ટ આહાર પ્રાપ્તિનો જ હોય છે. પછHથવં - પશ્ચાતુ સંસ્તવ. ભિક્ષા ગ્રહણ કર્યા પછી દાતાની પ્રશંસા કરવી, તે પશ્ચાતુ સંસ્તવ દોષ છે. પશ્ચાત્ પ્રશંસાનો આશય પણ ઇષ્ટ આહારની પ્રાપ્તિ જ હોય છે. આ પ્રમાણે આહાર પ્રાપ્તિને માટે દાતાની પ્રશંસા કરવાથી સાધુની નિસ્પૃહ વૃત્તિ દૂષિત થાય છે, તેથી આ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ધાર્મિક સંસ્કારની વૃદ્ધિ કરાવવા, પ્રવચનના સમયે દાનની વિધિ, દાનનું ફળ, દાતાના ગુણ તથા સુપાત્રદાનનું સ્વરૂપ સમજાવે, તો તે દોષરૂપ નથી પણ ગુણરૂપ જ છે. તેના દ્વારા ધર્મપ્રભાવના થાય છે અને તે ગુણ નિર્જરાનું કારણ બને છે. ભિક્ષાના સમય પૂર્વે પરિચિત કુળોમાં પ્રવેશ:
३९ जे भिक्खू समाणे वा वसमाणे वा गामाणुगामं वा दूइज्जमाणे पुरे संथुयाणि वा पच्छा संथुयाणि वा कुलाइ पुव्वामेव अणुपविसित्ता पच्छा भिक्खायरियाए अणुप्पविसइ अणुपविसत वा साइज्जइ । ભાવાર્થ:- સ્થિરવાસ રહેનારા, માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પ પ્રમાણે વિચરનારા તથા ગ્રામાનુગ્રામ વિહાર કરનારા સાધુ પૂર્વ પરિચિત કે પશ્ચાતુ પરિચિત કુળોમાં ભિક્ષાના સમય પહેલાં પ્રવેશ કરે અને પછી પુનઃ ભિક્ષા માટે પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ સૂત્રમાં ત્રણ પ્રકારના સાધુઓના નિર્દેશ પૂર્વક ભિક્ષાચરી સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે.
(૧) વૃદ્ધાવસ્થા, શારીરિક અસામર્થ્ય, બીમારી વગેરે કારણથી જેઓ સ્થિરવાસ રહ્યા છે તે. (૨) માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પમાં જે સાધુ એક ગામમાં ૨૯ દિવસ અને સાધ્વી ૫૮ દિવસ તથા ચાર્તુમાસ કલ્પમાં ચાર મહિના માટે સ્થિર હોય તે. (૩) ચાતુર્માસ કલ્પ સિવાયના આઠ મહિનાના સમય દરમ્યાન ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુઓ. આ ત્રણે પ્રકારના સાધુ-સાધ્વી ભિક્ષાના કાળ પૂર્વે જ પૂર્વ પરિચિતકુળ અને પશ્ચાતુ પરિચિત કુળમાં પ્રવેશ કરે, તો ગૃહસ્થો સાધુના નિમિત્તે આહારાદિ તૈયાર કરે, તે આહારમાં આધાકર્મ કે ઔદેશિકાદિ અનેક દોષોની સંભાવના છે, તેથી તે સાધુ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પરિચિતકુળના પ્રકાર – પરિચિત કુળના બે પ્રકાર છે-(૧) પૂર્વ પરિચિત અને (૨) પશ્ચાત્ પરિચિત. ગૃહસ્થ પર્યાયના પરિચિત માતા-પિતા, ભાઈ વગેરે પૂર્વ પરિચિત કહેવાય છે અને સાસુ, સસરા, સાળા વગેરે પશ્ચાત્ પરિચિત કહેવાય છે. પરિચિત કળોમાં પૂર્વ પ્રવેશના નિષેધન કારણ:- સાધુ પધાર્યાની જાણ થાય તે ઉદ્દેશથી ભિક્ષાના સમય પહેલાં સાધુ પરિચિત કુળમાં પ્રવેશ કરે અને ગૃહસ્થ તેમને જોઈ ઉગમાદિ દોષ યુક્ત આહાર