________________
ઉદ્દેશક-૨,
૨૯ |
બીજીવાર આહાર બનાવે તો આરંભ-સમારંભ થાય અને પશ્ચાતુ કર્મ દોષ લાગે, માટે સાધુ તેવા આહારને ગ્રહણ કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. દશ. અ.-પમાં પણ દાનપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિત્યવાસઃ३७ जे भिक्खू णितियं वासं वसइ वसंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી માસકલ્પ અને ચાતુર્માસ કલ્પની મર્યાદાનો ભંગ કરી એક સ્થાન પર નિત્યવાસ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
નિયંવાd - સાધુ-સાધ્વી માટે કલ્પ મર્યાદા છે કે શેષકાળમાં એક સ્થાન પર વધુમાં વધુ માસિકલ્પ અર્થાત્ સાધુ (ર૯) ઓગણત્રીસ દિવસ અને સાધ્વી (૫૮) અઠ્ઠાવન દિવસ રહી શકે અને ચાતુર્માસ કલ્પ અનુસાર એક સ્થાન ઉપર ચાર મહિના રહી શકે, પછી તેણે અવશ્ય વિહાર કરવો જોઈએ. આ માસકલ્પ અને ચાતુર્માસ કલ્પની મર્યાદાનું ઉલ્લંઘન કરી એક સ્થાને જ રહે તો તે નિત્યવાસ કહેવાય છે. આચા., શ્રુ. ૨, અ. ૨, ઉ. ૨, સૂ. ૭માં તેને કાલાતિક્રમ દોષ કહ્યો છે.
જે સ્થાનમાં માસકલ્પ વ્યતીત કર્યો હોય ત્યાં તેનાથી બમણો અર્થાત્ સાધુ ૫૮ દિવસ અને સાધ્વી ૧૧૬ દિવસ પસાર કર્યા પછી તથા ચાતુર્માસકલ્પ પસાર કર્યા પછી આઠ મહિના અન્ય સ્થાનમાં વ્યતીત કર્યા પછી જ તે સ્થાનમાં પાછા આવી શકે છે. ચાતુર્માસ કલ્પ પછી આઠ મહીના બાદ બીજું ચાતુર્માસ આવી જાય, માટે એક વરસ પછી તે સ્થાનમાં આવવું કલ્પ છે. માસ કલ્પ પછી બે મહીના પહેલાં અને ચાતુર્માસ પછી એક વરસ પહેલાં તે સ્થાનમાં સાધુ નિષ્કારણ આવીને રહે તો તેને પણ નિત્યવાસ કહેવામાં આવે છે. આચા. શ્રુ. ૨ અ. ૨, ઉ. ૨, સૂ. ૮ માં તેને ઉપસ્થાન ક્રિયા નામનો દોષ કહ્યો છે. તે બંને દોષોનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિત્યવાસ નિષેધનાં કારણો :- નિત્યવાસના કારણે ગૃહસ્થનો અતિપરિચય થાય, તેનાથી ક્યારેક પરસ્પર અવજ્ઞા અને અનુરાગ થાય, રાગવૃદ્ધિથી ચારિત્રમાં અલના થાય, તેથી સાધુ માટે નિત્યવાસનો નિષેધ છે.
આગમોમાં કલ્પ ઉપરાંત તે સ્થાનમાં રહેવા માટે કોઈ આપવાદિક વિધાન નથી પરંતુ ભાષ્યમાં (ગાથા-૧૦૨૧ થી ૧૦૨૪ સુધીમાં) ગ્લાન અવસ્થા, જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ વગેરે કારણોથી નિત્યવાસ કરે, તો તેને દોષરહિત કહ્યો છે. ભિક્ષા પૂર્વે અને પશ્ચાત્ દાતાની પ્રશંસા :
३८ जे भिक्खू पुरेसंथवं वा पच्छासंथवं वा करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ભિક્ષા લેતાં પહેલાં કે પછી દાતાની કે પોતાની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:
ઉત્પાદનના સોળ દોષોમાં પૂર્વ-પશ્ચિાતુ સંસ્તવ નામનો એક દોષ છે. આ દોષનું સેવન કરનારા સાધુ-સાધ્વીઓને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.