________________
૩ર
|
શ્રી નિશીથ સૂત્ર
અન્યતીર્થિક આદિની સાથે જવાથી દાતાના મનમાં અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે, તે વિચારે છે કે– (૧) પહેલાં શ્રમણ નિગ્રંથને ભિક્ષા આપું કે તેની સાથે આવેલા છે તેને પહેલાં આપું? શ્રમણ નિગ્રંથને કેવો આહાર આપું? અને આને કેવો આહાર આપું. અન્યતીર્થિક આદિની સાથે શ્રમણ નિગ્રંથ કેમ આવ્યા હશે? શ્રમણ નિગ્રંથ તો સ્વયં મહાન છે જો તે સ્વયં આવ્યા હોત તો શું હું તેને ભિક્ષા ન આપત? ઇત્યાદિ.
(૨) દરેક જગ્યાએ તેમની સાથે જવા આવવાથી જોનાર લોકો વિચારે છે કે– શ્રમણ નિર્ગથોની ચર્યા અને અન્યતીર્થિકોની ચર્ચા ભિન્ન-ભિન્ન છે તો પણ તેમની સાથે કેમ આવતાં જતાં હશે? (૩) કેટલાક લોક એમ પણ વિચારે છે કે- આ શ્રમણ અને અન્યતીર્થિક કેવળ વેશથી ભિન્ન-ભિન્ન દેખાય છે, અંતરંગ તો તેઓના સમાન પ્રતીત થાય છે માટે જ હંમેશાં સાથે રહે છે.
(૪) અપારિવારિક ભિક્ષ(જૈન સાધુ) પ્રાયઃ દોષસેવી હોય છે, જન સાધારણમાં તેમની શ્રમણ ચર્યા પ્રશંસનીય હોતી નથી. તેની સાથે આવવા-જવાથી પારિહારિક શ્રમણની પ્રતિષ્ઠા ઝાંખી પડે છે. આ પ્રકારના વિવિધ કારણોથી અન્યતીર્થિક આદિની સાથે જાય, તો તે લઘુમાસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય પ્રાપ્ત થાય છે.
સંક્ષેપમાં લોક વ્યવહાર કે લોકાપવાદને લક્ષ્યમાં રાખીને શ્રમણે અન્યતીર્થિક, ગૃહસ્થ કે અપારિહારિક(જૈન સાધુ)ની સાથે આવવું-જવું ન જોઈએ. આચા. શ્રુ–૨, અ-૧, ઉ.–૧, સૂત્ર ૪ થી ૬માં આ ત્રણે સાથે જવા-આવવાનો નિષેધ છે અને અહીં તેનું પ્રાયશ્ચિત્ત કથન છે. અમનોજ્ઞ પાણી પરઠવું - ४३ जे भिक्खू अण्णयरं पाणगजायं पडिगाहित्ता पुप्फ पुप्फ आइयइ कसायं कसायं परिटुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી વિવિધ (પ્રાસુક) પાણી ગ્રહણ કરી, મનોજ્ઞ સારા-સારા સ્વાદિષ્ટ, પાણીને પીવે અને કાષાયિક (બેસ્વાદુ, અમનોજ્ઞ)ને પરઠેકે પરઠનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુ-સાધ્વીઓ ગવેષણાથી પ્રાપ્ત થયેલા નિર્દોષ પાણીનો ઉપયોગ કરે છે. આગમોમાં આવા પાણીને અચેત, એષણીય કે પ્રાસુક કહ્યું છે. સાધારણ ભાષામાં તેને ધોવણ પાણી, ગરમપાણી કે પ્રાસુક પાણી પણ કહે છે. આચારાંગ આદિ સૂત્રોમાં આવા પાણીના અનેક પ્રકાર કહ્યા છે. આ વિવિધ પ્રકારના પાણીમાં સાધુએ આસક્ત થવું ન જોઈએ. આસક્તિના કારણે જ મનોજ્ઞ, સ્વાદિષ્ટ પાણી પીવાનું અને અમનોજ્ઞ પાણીને પરઠવાનું મન થાય છે, આ પ્રકારની વૃત્તિથી સાધુ અમનોજ્ઞ પાણી પરઠે, તો પ્રસ્તુત સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. મનોજ્ઞ-અમનોજ્ઞના ભેદ ન કરતાં સાધુએ શુદ્ધ, એષણીય પાણી ઉપયોગમાં લેવું જોઈએ. - પ્રસ્તુત સૂત્રમાં બે વિશેષ શબ્દ છે– (૧) પુ- જે પાણીનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, પ્રશસ્ત હોય તેને અહિં “પુષ્પ” સંજ્ઞા આપી છે. દૂધ, સાકર, ગોળ, લવિંગ આદિ સુસ્વાદુ તથા સુગંધી પદાર્થોથી નિષ્પન્ન થયેલું ધોવણ પાણી મનોજ્ઞ– પુષ્પ(સ્વચ્છ-સુંદર) હોય છે તથા શુદ્ધોદક તેમજ ઉષ્ણોદક પણ