________________
ઉદ્દેશક-૨
૩૩ ]
સ્વચ્છ હોય છે. (૨) સાયં- જે પાણીનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અપ્રશસ્ત હોય તેને અહિં “કષાય” સંજ્ઞા આપી છે. કેરડા, કારેલા, મેથી કે લોટ આદિથી નિષ્પન્ન થયેલું ધોવણ પાણી કષાયેલું– અમનોજ્ઞ હોય છે.
આચારાંગ હ્યુ-૨, અ-૧, ઉ.-૯, સૂ.માં અમનોજ્ઞ પાણી પરઠવાનો નિષેધ છે, અહીં તેનું પ્રાયશ્ચિત્ત કથન છે. કોઈ પાણી વિષયુક્ત કે સ્વાથ્યને હાનિકારક હોય, તો તેને પરઠવાનું પ્રાયશ્ચિત્ત નથી, તેમ સમજવું. અમનોજ્ઞ ભોજન પરડવું:४४ जे भिक्खू अण्णयरं भोयणजायं पडिगाहित्ता सुभि-सुभि भुंजइ, दुभिदुभि परिट्ठवेइ, परिहवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારના આહાર ગ્રહણ કરી સારા-સારા(મનોજ્ઞ, સ્વાદિષ્ટ) આહાર આરોગે અને નીરસ(અમનોજ્ઞ, બેસ્વાદ) આહારને પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં રસાસ્વાદની આસક્તિથી અમનોજ્ઞ આહારને પરાઠવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
આ સૂત્રમાં આહાર માટે સુડિંગ અને હિંમ શબ્દપ્રયોગ છે. ચૂર્ણિમાં–સુડિંખ-સુમ, હિંમ-રામ અર્થ કર્યો છે. ભાષ્ય ગાથામાં પણ આ જ ભાવ દર્શાવ્યા છે.
वण्णेण य गंधेण य, रसेण फासेण जउ उववेतं,
तं भोयणं तु सुभि, तव्विवरीयं भवे दुभि ॥१११२॥ અર્થ - શુભ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત આહારને હિંજ અને તેનાથી વિપરીત અશુભ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા આહારને સુખ સમજવો જોઈએ.
સાધુ-સાધ્વીઓએ આહારની આસક્તિ છોડી અરસ, વિરસ સર્વ પ્રકારના આહારને ભોગવી લેવો જોઈએ. તેમાં જે વિરસ આહાર હોય તેને પરઠવો ન જોઈએ. દશ. અ. ૫, ઉ. ૨, ગા. ૧માં કહ્યું છે કેદુધ વા સુધિ વા, સન્ન મુંને છેઅર્થાત્ મુનિ સારો અને નરસો બધો આહાર અનાસક્ત ભાવે ભોગવી લે, કંઈ પણ પરઠે નહીં. આચા. શ્રુ.-૨, અ-૧, ઉ–૯માં અમનોજ્ઞ આહારને પાઠવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
ભિક્ષા ગ્રહણ કર્યા પછી અભિમંત્રિત, વિષમિશ્રિત અને દોષયુક્ત આહારની જાણકારી થાય અને તે આહારને પરઠવો પડે, તો અહીં તેનું પ્રાયશ્ચિત્ત કથન નથી, તેમ સમજવું. અવશિષ્ટ આહારને નિમંત્રણ કર્યા વિના પરઠવોઃ४५ जे भिक्खू मणुण्णं भोयणजायं पडिगाहेत्ता बहुपरियावण्णं सिया, अदूरे तत्थ साहम्मिया, संभोइया, समणुण्णा, अपरिहारिया संता परिवसति, ते अणापुच्छिय अणिमंतिय परिढुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ - મનોજ્ઞ આહાર ગ્રહણ કર્યા પછી એમ થાય કે આ આહાર વધુ છે, કોઈ સાધુ વાપરી શકે તેમ