________________
[ ૨૬ ]
શ્રી નિશીથ સૂત્ર
પ્રાયશ્ચિત્ત અને પ્રથમ ઉદ્દેશકમાં ગૃહસ્થ કે અન્યતિર્થિક પાસે કરાવે, તો તેનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. - સાધુએ પરિકર્મ કરવા પડે તેવા પાત્ર ગ્રહણ જ કરવા ન જોઈએ. કદાચ તેવા પાત્ર ન મળે અને પરિકર્મ કરવું પડે તો સાધુ સ્વયં પરિકર્મ કરે. સ્વયં પરિકર્મ કરે, તો અલ્પ જીવ વિરાધના થાય અને ઉપયોગપૂર્વક કાર્ય થાય છે. સાધુને માટે સ્વાધ્યાયાદિ આરાધનાઓ જ મહત્ત્વપૂર્ણ છે, પાત્રનું પરિકર્મ કાર્ય તે એક પ્રકારનો પ્રમાદ છે. તે કાર્ય દ્વારા સ્વાધ્યાય આદિમાં અંતરાય થાય છે, માટે સાધુને પાત્ર પરિકર્મ સંબંધી પ્રાયશ્ચિત્ત લેવું અનિવાર્ય છે. દંડાદિ પરિકર્મ -
२६ जे भिक्खू दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूइयं वा सयमेव परिघट्टेइ वा संठवेइ वा जमावेइ वा परिघट्टेत वा संठवेत्तं वा जमावेत्तं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દંડ, લાકડી, અવલેહનિકા અને વાંસની સોયનું પરિઘટ્ટણ, સંઠવણ કે જમાવણ સ્વયં કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દંડ વગેરેને ઘસીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા આદિનું કાર્ય સાધુ સ્વયં કરે તો વિવેકપૂર્વક કરે અને જીવહિંસા અલ્પ થાય માટે આ સૂત્રમાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. પ્રથમ ઉદ્દેશકમાં દંડ-લાકડી વગેરે ગૃહસ્થાદિ પાસે કરાવે તો તેઓ અજતના અને અવિવેકથી કરે અને જીવહિંસા વધુ થાય, તેથી ત્યાં ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. દંડાદિના સંસ્કરણ કરવામાં જીવહિંસા તથા સ્વાધ્યાય આદિમાં અલના થવાના કારણે પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ સૂત્રકારે કહ્યું છે. સ્વજનાદિ દ્વારા પાત્ર ગવેષણા:|२७ जे भिक्खू णियगगवेसियं पडिग्गहं धरेइ, धरतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સ્વજન ગવેષિત પાત્રને ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू परगवेसियं पडिग्गहं धरेइ, धरतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પરજન ગવેષિત પાત્રને ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે, | २९ जे भिक्खू वरगवेसियं पडिग्गहं धरेइ, धरैत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી ગામ વગેરેની મુખ્ય વ્યક્તિ દ્વારા ગવેષિત પાત્રને ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू बलगवेसियं पडिग्गहं धरेइ, धरैत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી બળવાન પુરુષ દ્વારા ગવેષિત પાત્રને ધારણ કરે કેકરનારનું અનુમોદન કરે, |३१ जे भिक्खू लवगवेसियं पडिग्गहं धरेइ, धरतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લવગવેષિત(દાનનું ફળ બતાવીને ગવેષણા કરનાર પુરુષ દ્વારા) પાત્રને