________________
ઉદ્દેશક-૨
૨૫ |
જે વસ્ત્રો દુર્લભ હોય તે. (૩) કાળ કૃ—– જે કાળમાં જે વસ્ત્ર દુર્લભ હોય તે (૪) ભાવ કૃત્ન સુંદર વર્ણવાળા અને બહુમૂલ્ય વસ્ત્ર.
દેશ-કાળ પ્રમાણે વસ્ત્રની કિંમત બદલાતી રહે છે માટે જે દેશ અને જે કાળમાં જે વસ્ત્ર મૂલ્યવાન ગણાતા હોય, તે કૃમ્ન વસ્ત્ર કહેવાય છે, તેવા વસ્ત્ર ગ્રહણ કરવાથી સાધુ-સાધ્વી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે જે દેશાદિમાં જે વસ્ત્ર સાદગીપૂર્ણ અને અલ્પતમ મૂલ્યવાળા હોય તેની ગણના કન્જમાં થતી નથી અને તેનું પ્રાયશ્ચિત્ત પણ નથી. વસ્ત્રની અકસ્મતા - પ્રમાણથી યુક્ત વસ્ત્ર, સર્વત્ર સુલભ વસ્ત્ર, સર્વ જન ભોગ્ય વસ્ત્ર, અલ્પમૂલ્યવાળા અને અનાકર્ષક વસ્ત્ર અકૃત્ન કહેવાય છે. આવા અકૃત્ન વસ્ત્રને સાધુ-સાધ્વી ધારણ કરી શકે છે. કૃમ્ન વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ બૃહત્કલ્પ સૂત્ર, ઉ.-૩, સૂ.-૭માં છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. કૃત્ન વસ્ત્ર ધારણ(ગ્રહણ) કરવાના દોષો :- પ્રમાણથી વધુ તથા મૂલ્યવાન એવા કૃત્ન વસ્ત્રને ગ્રહણ કરવાથી ઉપાડવામાં ભાર વધે, કોઈ ચોરી જશે તેવો ભય રહે, મૂલ્યવાન વસ્ત્ર પ્રતિ આસક્તિભાવ જન્મે તેના ઉપર રાગ થવાથી તે અધિકરણ બની જાય; ભગવાનની આજ્ઞાનો ભંગ વગેરે દોષ લાગે; માટે સાધુએ કૃત્ન વસ્ત્ર ધારણ ન કરતાં અકૃત્ન વસ્ત્ર જ ધારણ કરવા જોઈએ. અખંડ વસ્ત્ર - २४ जे भिक्खू अभिण्णाई वत्थाई धरेइ, धरैत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અભિન્ન-અખંડ વસ્ત્ર ધારણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
મUT:- વસ્ત્રના આખા તાકાને અભિન્ન કે અખંડ વસ્ત્ર કહે છે. આ સૂત્રમાં અભિન્ન(અખંડ) વસ્ત્ર સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે. બૃહત્કલ્પ સૂત્ર, ઉ.–૧૩, સૂ–૯માં અખંડ વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ છે, અહીં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. અભિન્ન વસ્ત્ર રાખવાના દોષો:- અખંડ તાકાને ગ્રહણ કરવાથી વજન વધુ થાય, ચોરાય જવાનો ભય રહે તથા આખા તાકાનું પ્રતિલેખન વિધિપૂર્વક થાય નહિ તેમજ આજ્ઞા ભંગ વગેરે અનેક દોષોની સંભાવના રહે છે માટે સાધુએ અભિન્ન વસ્ત્ર ગ્રહણ ન કરતાં, આવશ્યક્તા અનુસાર, પ્રમાણોપેત વસ્ત્ર ગ્રહણ કરવા જોઈએ. પાત્ર પરિકર્મ - २५ जे भिक्खू लाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा सयमेव परिघट्टेइ वा संठवेइ वा जमावेइ वा परिघट्टेतं वा संठवेंतं वा जमात वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી તુંબડા, કાષ્ઠ કે માટીના પાત્રનું નિર્માણ, સંસ્કરણ કે વિષમને સમ કરવાનું કાર્ય સ્વયં કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના પાત્રનું પરિકર્મ વગેરે કાર્ય સાધુ સ્વયં કરે, તો તેનું લઘુમાસિક