________________
૨૪ ]
શ્રી નિશીથ સુત્ર
उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી થોડા પણ ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ, મુખનું એકવાર કે વારંવાર પ્રક્ષાલન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
આ સૂત્રમાં બ્રહ્મચર્ય શબ્દ નથી, પરંતુ આ સૂત્રમાં બ્રહ્મચર્ય સંબંધી દોષોના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સ્નાનને કામનું અંગ અને બ્રહ્મચર્યનું દૂષણ કહ્યું છે, તેથી નિષ્કારણ હાથ-પગ, મોટું વગેરે ધુએ તો બ્રહ્મચર્યવ્રતમાં દોષ લાગે છે. દશ. સૂત્ર, અ.-૪, દમાં સાધુને માટે સ્નાન નિષેધ છે.
ભોજન કરતા હાથ લિપ્ત થાય અને તે મણિબદ્ધ પર્વતના હાથને ધૂએ તો તે હાથ સકારણ ધોયા કહેવાય. પગ કાંડા સુધી લિપ્ત થયા હોય અને આખું શરીર ધૂએ તો પગ સકારણ ધોયા કહેવાય પણ શેષ અંગો નિષ્કારણ ધોયા કહેવાય. પ્રસ્તુત સૂત્રમાં સકારણ ધોવાનું પ્રાયશ્ચિત કહ્યું નથી પણ નિષ્કારણ ધોવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અખંડ ચર્મ:२२ जे भिक्खू कसिणाई चम्माई धरेइ, धरैत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કૃત્ન ચર્મને ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
સાધુને અખંડ ચર્મ એટલે મૃગ, વાઘ વગેરેના અવયવોના આકાર સહિતનું અખંડ ચામડું રાખવું કલ્પતું નથી. રોગાદિના કારણે સાધુને ચર્મ ગ્રહણ કરવું આવશ્યક થઈ જાય તોપણ અખંડ ચર્મ ગ્રહણ કરે નહીં પરંતુ ચર્મખંડ ગ્રહણ કરે. જો અખંડ ચર્મ ગ્રહણ કરે, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
સાધુ નિષ્કારણ કન્ન ચર્મ ધારણ કરે તો તત્સંબંધી પ્રાયશ્ચિત્ત આ સૂત્રમાં બતાવ્યું છે, કારણ ચર્મખંડ ગ્રહણ કરે, તો તેના પ્રાયશ્ચિત્તનું અહીં વિધાન નથી. બહુમૂલ્ય વસ્ત્ર:२३ जे भिक्खू कसिणाई वत्थाई धरेइ, धरतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કૃમ્ન–બહુમૂલ્ય અને આકર્ષક વસ્ત્રને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:વસિMારું વત્થા – પ્રમાણથી વધુ, મૂલ્યવાન અને કોમળ વસ્ત્રને “કૃત્ન વસ્ત્ર' કહેવામાં આવે છે. કૃત્ન વસ્ત્રના ચાર પ્રકાર ભાષ્યમાં બતાવ્યા છે–
(૧) દ્રવ્ય કૃત્ન- શ્રેષ્ઠ તારથી બનેલા સુકોમળ મુલાયમ વસ્ત્રો. (૨) ક્ષેત્ર કૃત્ન- જે સ્થાનમાં