________________
ઉદ્દેશક-૨,
| ૨૭ ]
ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરાશ્રિત પાત્ર ગવેષણાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સૂત્રમાં પ્રયુક્ત શબ્દોના અર્થ આ પ્રમાણે છે– પિયા- પોતાના સાંસારિક માતા, પિતા, ભાઈ વગેરે સ્વજન નિજક કહેવાય છે. પર– પર એટલે સ્વજનથી ભિન્ન પરજન ગૃહસ્થ અથવા અસંભોગી સાધુ. વર– વર એટલે ગામમાં જે મુખ્ય પુરુષ હોય તે. વન– પ્રામાદિનો સૌથી બળવાન પુરુષ. સવ– દાનના ફળને બતાવી વસ્ત્રપાત્ર ગ્રહણ કરે તે પુરુષ.
સાધુ સ્વયં પાત્રની ગવેષણા કરવા જાય તો પાત્રની નિર્દોષતા ચકાસીને સર્વ રીતે નિર્દોષ પાત્ર ગ્રહણ કરે, દાતાની ભાવનાને સમજી, અદીનવૃત્તિથી, વિધિપૂર્વક પાત્રને ગ્રહણ કરે પરંતુ જો સ્વજનાદિ ગવેષણા માટે જાય તો અનેક દોષની સંભાવના રહે છે. સ્વજન વગેરે પાત્રની ગવેષણા કરવા જાય અને અનેક વ્યક્તિઓ વચ્ચે સાધુને પાત્ર આપવાનું કહે, તો તે ગૃહસ્થ લજ્જા પામી, ઇચ્છા ન હોવા છતાં તે પાત્ર સાધુને આપવું પડે છે. ગૃહસ્થ-સ્વજન વગેરે વાહન વગેરેનો ઉપયોગ કરી પાત્રની ગવેષણા કરવા જાય વગેરે સર્વ દોષના ભાગી સાધુને બનવું પડે છે. આ રીતે સાધુની એષણા સમિતિનું પાલન થતું નથી, માટે સાધુએ સ્વજન કે અન્ય ગૃહસ્થ પાસે પાત્રની ગવેષણા કરાવવી ન જોઈએ. અગ્રપિંડનું ગ્રહણઃ३२ जे भिक्खू णितियं अग्गपिंडं भुंजइ भुंजतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી નિત્ય અગ્રપિંડ ભોગવે અથવા નિયતરૂપે અગ્રપિંડને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં નિત્ય અગ્રપિંડ કે નિયત અગ્રપિંડ ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિલિયં:- ગિરિ શબ્દના ઐત્યિક અને નિયત, આ બે સંસ્કૃત રૂપ થાય છે. જે કાર્ય નિત્ય-રોજેરોજ કરવામાં આવે તે નૈત્યિક કહેવાય છે અને જે કાર્ય નિશ્ચિતરૂપે કરવામાં આવે તે નિયત કહેવાય છે. મf૬:- અગ્રના બે અર્થ છે– (૧) અગ્ર એટલે પ્રધાન વિશિષ્ટ અને (૨) અગ્ર એટલે પહેલા, આગળ પિંડ એટલે આહાર. ગૃહસ્થને ત્યાં જે વિશિષ્ટ આહાર બને તે અગ્રપિંડ કહેવાય છે અથવા ગૃહસ્થ ભોજન પૂર્વે દેવ, સાધુ, બલિ આદિના નિમિત્તે આહાર અલગ કાઢી લે, તે અગ્રપિંડ કહેવાય છે.
શ્રી દશ. સૂત્ર અ.-૩માં નિયા પંદનામે અનાચાર બતાવ્યો છે. તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન છે. foથાપિંડ અનાચારનો અર્થ - “મારા ઘેર દરરોજ આહાર લેવા પધારજો', આ પ્રમાણે ગૃહસ્થ સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપે અને સાધુ તેના ઘેરથી આહાર લાવે, તો તે નિયાગપિંડ કહેવાય છે. નિયાગપિંડ ભોગવવાથી સાધુ-સાધ્વીને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.