________________
ઉદ્દેશક-૨
૨૧ ]
આપી શકાતી નથી. તે ઉપરાંત તે જ ઉદ્દેશકમાં સૂત્ર ૬થી ૭૭માં રહi – રજોહરણનું કથન છે, તેથી જણાય છે કે બંને શબ્દોના અર્થ ભિન્ન-ભિન્ન છે અને પ્રસ્તુત સૂત્રોમાં કાર્ડ દંયુક્ત પ્રાદપ્રોચ્છનનું પ્રાયશ્ચિત વિધાન છે, તેમ સમજવું.
અચિત્ત પદાર્થની સુગંધ માણવી - | ९ जे भिक्खू अचित्तपइट्ठियं गंधं, जिंघइ जिंघतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અચિત્ત પદાર્થમાં રહેલી સુગંધને સુંઘે અથવા સૂંઘનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રથમ ઉદ્દેશકમાં સચિત્ત પદાર્થની સુગંધ સુંઘવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે, જ્યારે અહીં અત્તર, ચંદન વગેરે અચિત્ત પદાર્થમાં રહેલી સુગંધને માણવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. સ્વયં પદ માગદિ બનાવવા :१० जे भिक्खू पदमग्गं वा संकम वा अवलंबणं वा सयमेव करेइ, करेंत वा સારૂ I ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પદમાર્ગ, સંક્રમણ માર્ગ અને અવલંબન માર્ગનું સ્વયં નિર્માણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ११ जे भिक्खू दगवीणियं सयमेव करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પાણીની નીકનું સ્વયં નિર્માણ કરે કે નિર્માણ કરનારનું અનુમોદન કરે, |१२ जे भिक्खू सिक्कगं वा सिक्कगणंतगं वा सयमेव करेइ, करैत वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શકુંકેશકાંના ઢાંકણાનું સ્વયંનિર્માણ કરે કેનિર્માણ કરનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू सोत्तियं वा, रज्जुयं वा चिलिमिलि वा सयमेव करेइ, करैत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સૂતરની કે દોરીની(નેટની) ચિલમિલિનું સ્વયં નિર્માણ કરે કે નિર્માણ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રથમઉદ્દેશકમાં પાદમાર્ગવગેરે ગૃહસ્થો કે અન્યતીર્થિકો પાસે નિર્માણ કરાવે તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગૃહસ્થ આવા કાર્યવિવેકપૂર્વકન કરે તેથી વધુ વિરાધનાનો સંભવ રહે. સાધુ સ્વયં કરે તો વિવેકપૂર્વક કરે, તેથી વિરાધનાની શક્યતા અલ્પ રહે છે, માટે સ્વયં કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને અન્ય પાસે કરાવે તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સામાન્ય રીતે સાધુ પદમાર્ગ વગેરે બનાવે જ નહીં પરંતુ ક્યારેક કોઈક વિશિષ્ટ પરિસ્થિતિમાં તથા પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.