________________
૨૨ |
શ્રી નિશીથ સૂત્ર
સ્વયં દ્વારા સોય વગેરેનું ઉત્તરકરણ - |१४ जे भिक्खू सूईए उत्तरकरणं सयमेव करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સોયને સ્વયં સમી કરે કે કરનારનું અનુમોદન કરે, |१५ जे भिक्खू पिप्पलगस्स उत्तरकरणं सयमेव केरइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કાતરને સ્વયં સમી કરે કે કરનારનું અનુમોદન કરે, १६ जे भिक्खू णहच्छेयणगस्स उत्तरकरणं सयमेव करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નખછેદનકને સ્વયં સમું કરે કે કરનારનું અનુમોદન કરે, |१७ जे भिक्खू कण्णसोहणगस्स उत्तरकरणं सयमेव करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કર્ણશોધનકને સ્વયં સમું કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચનઃ
પ્રથમ ઉદ્દેશકમાં સાધુ, સોય, કાતર, નખછેદનક અને કર્ણશોધનકનું ઉત્તરકરણ અર્થાત્ સમારકામ ગુહસ્થ કે અન્યતીર્થિક પાસે કરાવે તો તેનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અનિવાર્ય સંયોગોમાં તે જ કાર્ય સાધુ સ્વયં કરે તો તે વિવેકપૂર્વક અને અલ્પ જીવહિંસા થાય તેમ કરે છે, તેથી તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. પ્રથમ મહાવ્રતમાં દોષ સેવન - |१८ जे भिक्खू लहुसगं फरुसं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અલ્પમાત્રામાં કઠોર વચન બોલે કે બોલનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
ભાષા સમિતિનું પાલન કરનારા સાધુ-સાધ્વીઓએ કઠોર ભાષાનો પ્રયોગ કરવો ન જોઈએ. કઠોર ભાષા સાવધભાષા છે.
ચૂર્ણિ અનુસાર ઉપાલંભ, આદેશ, શિક્ષા તથા પ્રેરક વચનો પણ સ્નેહ રહિત, કોમળતા રહિત હોય, તો તે અલ્પકઠોર વચન' કહેવાય છે. આવા અલ્પ કઠોર વચન માટે આ સૂત્રમાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
ક્રોધાદિને વશ બની, અન્યને દુઃખ ઉત્પન્ન કરે તેવી ભાષા બોલવી તે એક પ્રકારની સૂક્ષ્મ હિંસા કહેવાય છે. આવા વચનપ્રયોગથી પ્રથમ મહાવ્રતમાં અતિચાર લાગે છે, માટે સાધુઓ તેવી ભાષાનો પ્રયોગ કરતા નથી.
આત્મીયતાથી હિતશિક્ષા આપવા કે બીજાને માર્ગ ઉપર લાવવા, કષાયભાવથી રહિત એવા કઠોર વચનનો ક્યારેક પ્રયોગ કરવો પડે, તો તેનું પ્રાયશ્ચિત્ત નથી. જેમ કે રાજમતીએ રથનેમીને માર્ગ ઉપર લાવવા, કેશી સ્વામીએ પરદેશી રાજાને બોધ પમાડવા કઠોર વચનોનો પ્રયોગ કર્યો હતો, પરંતુ તેમાં કષાયભાવ ન હતા, તેવા કઠોર વચનનું પ્રાયશ્ચિત્ત નથી.