________________
૧૮
શ્રી નિશીથ સૂત્ર
બીજો ઉદ્દેશક
પરિચય FORFORĐRORROOR પ્રસ્તુત । ઉદ્દેશકમાં ૫૭ પ્રકારના લઘુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા–
સાધુ કે સાધ્વીએ કાષ્ઠદંડ યુક્ત પાદપ્રોંચ્છન બનાવવું, કાષ્ઠદંડ યુક્ત પાદપ્રĪચ્છન ગ્રહણ કરવું, ગ્રહણ કરવાની આજ્ઞા આપવી, વિતરણ કરવું, ઉપયોગ કરવો, દોઢમાસથી વધુ રાખવું તેમજ કાષ્ઠદંડમાંથી પાદપ્રોંચ્છનને છોડવું. અચિત્ત પદાર્થ સૂંઘવા, પદમાર્ગાદિ પોતે બનાવવો, પાણી કાઢવાની નાલી, શીકું અને શીકાનું ઢાંકણ, ચિલમિલિ સ્વયં બનાવવા, સોય આદિનું પોતે જ પરિકર્મ કરવું. કઠોર ભાષા બોલવી, અલ્પ અસત્ય બોલવી, અલ્પ અદત્ત ગ્રહણ કરવું, અચિત્ત શીતલ કે ઉષ્ણજળથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ અને મોઢું ધોવા.
કૃત્સ્નચર્મ, કૃત્સ્ન વસ્ત્ર તથા અભિન્ન વસ્ત્ર ધારણ કરવા, તુંબડાના કાષ્ઠના કે માટીના પાત્રનું પરિકર્મ કરવું, દંડ આદિને સુધારવા, સ્વજન ગવેષિત, પરજન ગવેષિત, પ્રમુખ ગવેષિત, બળવાન ગવેષિત, લવ ગવેષિત પાત્રને ગ્રહણ કરવા. નિત્ય અગ્રપિંડ કે દાનપિંડ ગ્રહણ કરવા.
એક સ્થાને નિત્યવાસ કરવો, ભિક્ષા લેતાં પહેલાં કે પછી દાતાની અથવા સ્વયંની પ્રશંસા કરવી, ભિક્ષા કાળની પહેલાં આહાર માટે ઘરોમાં પ્રવેશ કરવો, પારિહારિક સાધુએ અન્યતીર્થિક, ગૃહસ્થ કે અપારિહારિક સાધુની સાથે ભિક્ષા માટે પ્રવેશ કરવો, આ ત્રણેની સાથે સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર– પ્રસ્રવણ ભૂમિમાં પ્રવેશ કરવો, આ ત્રણેની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરવો.
મનોજ્ઞ પાણી પીવું અને કષાયેલું(તૂરું પાણી) પાણી પરઠી દેવું, મનોજ્ઞ આહાર કરવો, અમનોજ્ઞ આહાર પરઠી દેવો, આહાર કર્યા પછી વધેલો આહાર સાંભોગિક સાધુઓને પૂછ્યા વિના પરઠવો. શય્યાતર પિંડ ગ્રહણ કરવો, શય્યાતરપિંડ ભોગવવો, શય્યાતરના ઘર આદિ જાણ્યા વિના ભિક્ષા માટે નીકળવું, શય્યાતરની નિશ્રાથી આહાર પ્રાપ્ત કરવો કે તેના હાથથી ગ્રહણ કરવો.
શેષકાળના શય્યા-સંસ્તારકની કે ચાતુર્માસ કાળના શય્યા-સંસ્તારકની અવધિનું ઉલ્લંઘન કરવું, વરસાદમાં ભીંજાતા શય્યા-સંસ્તારકને ત્યાંથી ઉપાડી ન લેવા, શય્યા-સંસ્તારકની પુનઃ આજ્ઞા લીધા વિના અન્યત્ર લઈ જવા, પ્રાતિહારિક શય્યા-સંસ્તારક પાછા આપ્યા વિના વિહાર કરવો, શય્યાતરના શય્યા-સંસ્તારકને વ્યવસ્થિત રીતે પૂર્વ સ્થિતિ પ્રમાણે ગોઠવ્યા વિના વિહાર કરવો, શય્યા-સંસ્તા૨ક ખોવાઈ જાય તો તેની શોધ ન કરવી, અલ્પ ઉપધિની પણ પ્રતિલેખના ન કરવી, ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
܀܀܀܀܀