________________
ઉદ્દેશક-૧
સેવાને અવq.. - આ સૂત્રનો અન્વયે પ્રસ્તુત ઉદ્દેશકના દરેક સૂત્ર સાથે કરવો જોઈએ. સૂત્રપાઠને સંક્ષિપ્ત કરવા માટે દરેક સૂત્ર સાથે પ્રાયશ્ચિત્ત વિધાન ન રાખતાં અંતિમ સૂત્ર સાથે આ પ્રાયશ્ચિત્ત વિધાન છે.
નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ આદિ વ્યાખ્યાગ્રંથોમાં આ સૂત્રની વ્યાખ્યા આ ઉદ્દેશકના પ્રાયઃ બધા સૂત્રમાં ઉપલબ્ધ છે. તેના ઉપરથી અનુમાન કરી શકાય છે કે તે સમયે આ સૂત્રાંશ પ્રત્યેક સૂત્ર સાથે જોડાયેલો હશે, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ પ્રાયઃ સર્વ પ્રતોમાં આ વાક્ય એક માત્ર અંતિમ સૂત્ર સાથે જ જોવા મળે છે. તે કારણે અને કંઠસ્થ કરનાર સ્વાધ્યાયીઓની સુવિધાને લક્ષ્યમાં રાખી પ્રસ્તુત સંસ્કરણમાં પણ પ્રાયશ્ચિત્ત નિર્દેશક આ વાક્ય અંતિમ સૂત્ર સાથે જ રાખ્યું છે. રિહારકા - પ્રાયશ્ચિત્ત સ્થાન. આ સૂત્રમાં પરિહાર સ્થાન શબ્દનો પ્રયોગ પરિહાર તપ નામના પ્રાયશ્ચિત્તના અર્થમાં પ્રયુક્ત નથી, પરંતુ પ્રાયશ્ચિત્ત સ્થાનના અર્થમાં જ છે. માસિયં-માસિક, અનુયાયંઅનુદ્દઘાતિક–ગુરુ, પરિહારકુન-પ્રાયશ્ચિત્ત સ્થાન. આ ઉદ્દેશકના ૫૮ સૂત્રોમાં પ૮ ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે.
પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ