________________
૧
|
શ્રી નિશીથ સત્ર
ઊંચાઈ સુધી હાથ પહોંચી શકે તેવું સાધન લઈને, સાધુ જો તે ધૂમાડાને અર્થાત્ તેની મેશને સ્વયં ઉતારી લે તો કોઈ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. રસોડામાં પ્રવેશ કરવાની આજ્ઞા ન મળે અથવા અન્ય કોઈપણ કારણે સાધુ સ્વયં ગૃહધૂમ ઉતારી ન શકે અને ગૃહસ્થ પાસે ગૃહધૂમ ઉતરાવે, તો તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
સાધુને ધાધર અથવા ખરજવું આદિ કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ થયો હોય, તો તે ગૃહધૂમથી તેની ચિકિત્સા કરી શકે છે. ગૃહધૂમને વિવિધ તેલ અથવા સ્વમૂત્રમાં ઘૂંટીને તેનાથી તૈયાર કરેલો મલમ ચર્મ રોગોમાં ઉપયોગી થાય છે. પૂતિકર્મ દોષ :५८ जे भिक्खू पूइकम्मं भुंजइ भुजंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પૂતિકર્મ દોષ યુક્ત(આધાકર્મ દોષથી મિશ્રિત) આહારને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકગત ૫૮ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ-સાધ્વીને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :પૂફH - પૂતિકર્મ – દોષ મિશ્રિત આહાર. દોષ રહિત આહારમાં દોષયુક્ત આહારનો અંશ મિશ્રિત થઈ જાય, તો તે આહાર પૂતિકર્મ દોષયુક્ત કહેવાય છે. તેના બે પ્રકાર છે– ૧. દૂષિત સંસ્કાર પૂતિકર્મ આહાર અને ૨. દૂષિત ઉપકરણ પૂતિકર્મ આહાર. (૧) મીઠું, જીરું, હળદર, સાકર આદિ દોષયુક્ત હોય, તેને નિર્દોષ આહારમાં નાખવામાં આવે, તો તે દૂષિત સંસ્કાર પૂતિકર્મ આહાર છે. (૨) દોષયુક્ત આહારવાળા ચમચા આદિ વાસણથી દોષરહિત આહાર આપવામાં આવે તો તે દૂષિત ઉપકરણ પૂતિકર્મ આહાર છે. પ્રસ્તુત સૂત્રમાં આ બંને પ્રકારના પૂતિકર્મ દોષવાળા આહારનું સેવન કરવાનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ભાષ્ય-ચૂર્ણિ વ્યાખ્યામાં પૂતિકર્મ દોષયુક્ત શય્યા અને ઉપધિનું પણ કથન છે. પતિકર્મ દોષયુક્ત ઉપધિ - આધાકર્માદિ દોષયુક્ત દોરાથી નિર્દોષ વસ્ત્રની સિલાઈ કરવામાં આવે. થીંગડાં લગાડવામાં આવે, તો તે ઉપધિ પૂતિકર્મ દોષ યુક્ત બની જાય છે. આધાકર્માદિ દોષયુક્ત ટુકડાથી પાત્રાને સાંધવામાં આવે, આધાકર્માદિ દોષયુક્ત બંધન બાંધવામાં આવે, તો તે પાત્ર પૂતિકર્મ દોષ યુક્ત બની જાય છે. પતિકર્મ દોષયુક્ત શય્યા – નિર્દોષ શય્યા-સ્થાનના કોઈપણ ભાગમાં આધાકર્માદિ દોષયુક્ત વાંસ અને કાષ્ઠ આદિનો ઉપયોગ થયો હોય, તો તે સ્થાન પૂતિકર્મ દોષયુક્ત બની જાય છે.
પ્રસ્તુત સૂત્રમાં આહાર પૂતિકર્મ દોષનું જ પ્રાયશ્ચિત્ત વિધાન છે, ભાષ્યન્ચૂર્ણિ કથિત પૂતિકર્મ દોષયુક્ત ઉપધિ અને શય્યા માટે પ્રાયશ્ચિત્ત વિધાન નથી, કારણ કે આધાકર્મદોષથી મિશ્રિત પૂતિકર્મ દોષવાળી ઉપધિ અને શય્યા કાલાંતરે પુરુષાંતરકત થઈ જાય, પછી સાધુ માટે તે ગ્રાહ્ય બને છે. (આચારાંગ સૂત્ર-દ્વિતીય શ્રુતસ્કંધ) પૂતિકર્મ દોષવાળો આહાર હજાર ઘરના આંતરે પણ દોષયુક્ત અને અગ્રાહ્યા જ રહે છે– સૂય. સૂત્ર અ.-૧, ઉ.–૧, ગા–૧તેવા આહારને સાધુ ભોગવે તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.