________________
ઉદ્દેશક-૧
| ૧૫ |
હારિયા :- વસ્ત્ર એવી રીતે ફાટયું હોય કે ગાંઠ મારી ન શકાય પણ ગૂંથણી કરી અન્ય વસ્ત્ર જોડવું પડે, રફ કરવું પડે, તે રીતે દોરાથી ગૂંથણી કરીને જોડ કરવાને ફલિક ગૂંથણ કહે છે. સુત્ર-પ૦, ૫૧માં ગાંઠ મારવાનું કથન છે અને સૂત્ર–પર, પ૩માં ગૂંથણી કરી વસ્ત્ર ખંડ જોડવાનું કથન છે. કેટલીક પ્રતોમાં વિલિક ગાંઠના બે સૂત્રો છે પરંતુ ભાષ્યન્ચૂર્ણિમાં તે નથી, તેથી અહીં તે ગ્રહણ કર્યા નથી. ગાંઠ મારવાની અવિધિ :- વસ્ત્રને ગાંઠ મારવામાં કે સાંધો કરવામાં વધુ સમય વ્યતીત થાય અથવા ગાંઠ માર્યા પછી કે સાંધો કર્યા પછી પ્રતિલેખન બરાબર થઈ શકે તેમ ન હોય તો તે અવિધિ કહેવાય. અવિધિથી થીંગડું લગાવે, ગાંઠ મારે કે સાંધો કરે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.. મતા - અન્ય જાતીય, વિજાતીય વસ્ત્ર. એક પ્રકારના વસ્ત્ર માટે બીજા પ્રકારના વસ્ત્રો વિજાતીય વસ્ત્ર કહેવાય છે. ઉન, સૂતર, શણ, રેશમ વગેરે અનેક પ્રકારના વસ્ત્ર હોય છે. ઉન-સૂતર વગેરે દરેકની પણ અનેક પેટાજાતિઓ હોય છે. જેમ કે ઉનમાં ઘેટાની ઉન, ઊંટની ઉન વગેરે, સુતરાઉ વસ્ત્રમાં મલમલ, પોપલીન, રેજા-ડબલ વણાટવાળું વસ્ત્ર, આવી અનેક પેટાજાતિઓ હોય છે. તે સર્વ જાતિ કે પેટાજાતિના વસ્ત્રો પરસ્પર વિજાતીય કે અસમાન વસ્ત્ર કહેવાય છે. તેમાંથી કોઈ પણ અસમાન વસ્ત્રોને પરસ્પર જોડવાથી આ સુત્ર દ્વારા પ્રાયશ્ચિત્ત આવે છે, માટે સાધુએ સમાન જાતિના વસ્ત્રને કે સમાન પેટાજાતિના વસ્ત્રને જ પરસ્પર સીવવા જોઈએ, જેમ કે– સુતરાઉ કપડાંને સુતરાઉ કપડા સાથે જોડવા જોઈએ.
અા યં -આ સૂત્રનો અન્વય પૂર્વસૂત્રો સાથે કરવામાં આવે છે. ત્રણથી વધુ થીંગડાં, ત્રણથી વધુ ગાંઠ અને ત્રણથી વધુ રફૂવાળા વસ્ત્રને “અતિરિક્ત ગ્રહિત વસ્ત્ર' કહેવાય છે. તેવા વસ્ત્ર પહેરવાથી શાસનની લઘુતા થાય છે. તેમ છતાં સાધુને બીજું વસ્ત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધુ સાંધેલું વસ્ત્ર પહેરી શકે છે. શાસ્ત્રકારે તેવા વસ્ત્રની સમય મર્યાદા દોઢ મહિનાની બતાવી છે. આ સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ નવા વસ્ત્રની ગવેષણા કરી લેવી જોઈએ.
વસ્ત્રમાં એક થીંગડું કે ગાંઠ હોય તો સાધુ સૂત્ર અને અર્થ પોરસીના સ્વાધ્યાય-ધ્યાન પૂર્ણ કરીને અન્ય વસ્ત્રની ગવેષણા માટે નીકળે. વસ્ત્રમાં બે કે ત્રણ થીંગડાં, ગાંઠ હોય તો માત્ર સૂત્ર પોરસીમાં સ્વાધ્યાય કરીને અન્ય વસ્ત્રની ગવેષણા કરવા જાય. વસ્ત્રમાં ત્રણથી વધુ થીંગડાં, ગાંઠ થયા હોય તો સૂત્ર-અર્થ પોરસીની સ્વાધ્યાય ન કરે પણ પ્રથમ અન્ય વસ્ત્રની ગવેષણા કરવા જાય છે. ગૃહધૂમ ઉતરાવવો:५७ जे भिक्खू गिहधूमं अण्णउत्थिएण वा गारथिएण वा परिसाडावेइ, परिसाडावेत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ગૃહધૂમનું પરિશાટણ કરાવે કે કરાવનારનું અનુમોદન કરે છે, તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ગૃહધૂમ ઉતરાવવાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. હિપૂન :- રસોડાની દિવાલ ઉપર કે છતની ઉપર ચૂલામાંથી નીકળેલો ધૂમાડો જામી જાય, તે કાળી મેશ ગૃહધૂમ કહેવાય છે. રસોડાના માલિક પાસે રસોડામાં પ્રવેશ કરવાની આજ્ઞા મેળવી, છતની