________________
[૧૪]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ફાટેલા વસ્ત્ર સાથે નિષ્કારણ ફલિક ગૂંથણી કરી એક વસ્ત્રખંડ (ટુકડા)ને જોડે કે જોડનારનું અનુમોદન કરે, ५३ जे भिक्खू वत्थस्स परं तिण्हं फालियाणं गंठेइ, गंठेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ફાટેલા વસ્ત્ર સાથે સકારણ ફલિક ગૂંથણી કરી ત્રણ વસ્ત્ર ખંડ (ટુકડા)ને જોડે કે જોડનારનું અનુમોદન કરે, ५४ जे भिक्खू वत्थं अविहीए गंठेइ, गंठेतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિથી વસ્ત્રને જોડે કે જોડનારનું અનુમોદન કરે, ५५ जे भिक्खू वत्थं अतज्जाएण गहेइ, गहेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રને અન્ય જાતીય વસ્ત્ર સાથે જોડે કે જોડનારનું અનુમોદન કરે, ५६ जे भिक्खू अइरेग गहियं वत्थं परं दिवड्डाओ मासाओ धरेइ धरतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અતિરિક્ત જોડવાળા વસ્ત્રને દોઢ મહિનાથી વધુ રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વસ્ત્રને થીંગડાં મારવા આદિ ક્રિયા સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે.
જે ભિક્ષ અન્ય જાતિના વસ્ત્રનું થીંગડું લગાવે કે કારણ વિના તજ્જાતીય વસ્ત્રનું થીંગડું લગાવે તો આજ્ઞાભંગ અને સંયમ વિરાધનાના દોષના ભાગીદાર બને છે.
પછેડી આદિ ફાટી જાય, તેમાં કાણા પડી જાય અને શેષ ભાગ ઉપયોગમાં આવે તેવો સારો હોય તો સાધુ સમાન જાતીય વસ્ત્રના વધુમાં વધુ ત્રણ થીંગડાં લગાવી શકે છે. ત્રણથી વધુ થીંગડાં લગાવે, તો પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
વસ્ત્રની સિલાઈ વિધિપૂર્વક કરવી જોઈએ. સિલાઈ કરવામાં ઓછામાં ઓછો સમય લાગે અને સિલાઈ કર્યા પછી તે વસ્ત્રનું પ્રતિલેખન બરાબર થાય તે રીતે સિલાઈ કરવી જોઈએ. જ્યારે ગોમૂત્રિકા સિલાઈથી ખીલવટ કરવાને વિધિ સિવણ કહ્યું છે. આ પ્રકારની સિલાઈ જ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. પતિ - િવ - વસ્ત્ર વધુ ન ફાટે, તે માટે ગાંઠ મારવામાં આવે તેને ફલિક ગાંઠ કહે છે.જુદી-જુદી પ્રતોમાં ફલિક ગાંઠના જુદા-જુદા અર્થ કરવામાં આવ્યા છે. (૧) ફલિયનો એક અર્થ ફાટેલું વસ્ત્ર થાય છે. આ અર્થ પ્રમાણે કોઈ વસ્ત્ર ફાટી ગયું હોય અને સિલાઈ કામ થઈ શકે તેમ ન હોય, તો તેવા વસ્ત્રને સામસામા છેડેથી પકડી ગાંઠ મારી દેવામાં આવે કે જેથી તે વસ્ત્ર વધુ ન ફાટે. સાધુ વસ્ત્રમાં નિષ્કારણ એક પણ ગાંઠન મારે, કારણ ઉપસ્થિત થાય તો વધુમાં વધુ ત્રણ ગાંઠ મારી શકાય છે, ત્રણ ગાંઠ માર્યા પછી પણ તે વસ્ત્ર ઉપયોગમાં આવી શકે તેમ ન હોય, ત્યારે ત્રણથી વધુ ગાંઠ ન મારતા સિલાઈ કરી લેવી જોઈએ.
(૨) ફલિક ગાંઠ– વસ્ત્રના છેડેથી તાર નીકળી જતાં હોય તો તે તારને ગાંઠ મારી બાંધી દેવામાં આવે, તે ફલિક ગાંઠ કહેવાય છે તેવી ત્રણ ગાંઠથી વધુ ગાંઠ મારવી ન જોઈએ.