________________
ઉદ્દેશક-૧
૧૩ ]
લગાડે તો તે વિધિ કહેવાય છે. તેનાથી વિપરીત રીતે કરે તો તે અવિધિ કહેવાય છે.
થીંગડાંની જેમ સાધુ નિષ્કારણ એક પણ બંધન બાંધે તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. માટીના પાત્રમાં બંધનની આવશ્યકતા નથી. લાકડાના અત્યંત નાના પાત્રમાં પણ બંધનની આવશ્યકતા નથી. લાકડાના મોટા પાત્રમાં એક બંધનની આવશ્યકતા રહે છે, તુંબડાના પાત્રમાં આવશ્યક્તાનુસાર બે કે ત્રણ બંધનથી તેને સુરક્ષિત બનાવવું પડે છે. પાત્રના બંધન – પાત્રની ગોળાઈ પર દોરા બાંધી તેને મજબૂત કરવું કે જેથી તે પાત્ર લાંબા સમય સુધી સુરક્ષિત રહે. એક સ્થાન પર બંધન બાંધે તો તે એક બંધન કહેવાય જ્યારે ત્રણ સ્થાન પર બંધન બાંધે તો તે ત્રણ બંધન કહેવાય.
સાધુને પાત્ર ઉપર નિષ્કારણ બંધન બાંધવાની આજ્ઞા નથી પરંતુ આવશ્યકતા હોય તો ઉત્કૃષ્ટ ત્રણ બંધન બાંધવાની અનુજ્ઞા છે. કોઈપણ પાત્રમાં ત્રણથી વધુ બંધન બાંધવાની આવશ્યકતા રહેતી નથી. વિકટ પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી સૂત્રકારે કહ્યું છે કે કદાચ કોઈ પરિસ્થિતિમાં ત્રણથી વધુ બંધન બાંધવા પડે, તો તેવા પાત્રને દોઢ મહિનાથી વધુ સમય ઉપયોગમાં લેવું ન જોઈએ. લાકડા કે તુંબડાનું પાત્ર કે જેને પહેલેથી ત્રણ બંધન બાંધ્યા હોય, તે કોઈ કારણથી તૂટી જાય અને અન્ય પાત્ર ન મળે, તો ચોથું બંધન બાંધી કાર્ય ચલાવે પણ દોઢ મહિનામાં નવા પાત્રની યાચના કરી લેવી જોઈએ અને અધિક બંધનવાળા પાત્રને પરઠી દેવું જોઈએ. જો તેમ ન કરે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
નિષ્કારણ એક કે અધિક થીગડાં લગાવવામાં કે બંધન બાંધવામાં સાધુના સ્વાધ્યાય ધ્યાનમાં અલના થાય છે, તે પાત્ર પર સાધુનો આસક્તિ ભાવ સ્પષ્ટ થાય છે. સકારણ ત્રણથી વધુ થીગડાં લગાવવામાં પ્રતિલેખનાદિ ક્રિયા વ્યવસ્થિત થતી નથી તેમ જ શાસનની હિલના થાય છે.. નિષ્કારણ વસ્ત્ર પરિકર્મઃ
४७ जे भिक्खू वत्थस्स एगं पडियाणियं देइ देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિષ્કારણ વસ્ત્રમાં એક થીંગડું મારે કે મારનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू वत्थस्स परं तिण्हं पडियाणियाणं देइ देतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રમાં સકારણ ત્રણથી વધુ થીંગડાં મારે કે મારનારનું અનુમોદન કરે, |४९ जे भिक्खू वत्थं अविहीए सिव्वइ, सिव्वंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રને અવિધિએ સીવે કે સીવનારાનું અનુમોદન કરે, ५० जे भिक्खू वत्थस्स एगं फालियं-गंठियं करेइ, करेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રમાં નિષ્કારણ ફલિક ગાંઠ મારે કે મારનારનું અનુમોદન કરે. ५१ जे भिक्खू वत्थस्स परं तिण्हं फालिय-गंठियाणं करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રમાં સકારણ ત્રણથી વધુ ફલિકગાંઠ મારે કે મારનારનું અનુમોદન કરે, ५२ जे भिक्खू वत्थस्स एगं फालियाणं गंठेइ, गंठेतं वा साइज्जइ ।