________________
[ ૧૨ ]
શ્રી નિશીથ સૂત્ર
નિષ્કારણ પાત્ર પરિકર્મ - ४१ जे भिक्खू पायस्स एक्कं तुडियं तड्डेइ, ततं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાત્રને નિષ્કારણ એક થીંગડું લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, |४२ जे भिक्खू पायस्स परं तिण्हं तुडियाणं तडेइ, ततं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાત્રને સકારણ ત્રણથી વધુ થીંગડાં લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, ४३ जे भिक्खू पायं अविहीए बंधइ, बंधतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવિધિએ પાત્રને બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू पायं एगेण बंधेण बंधइ बंधतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રને નિષ્કારણ એક બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू पायं परं तिण्हं बंधाणं बंधई, बंधतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાત્રને સકારણ ત્રણથી વધુ બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू अइरेग बंधणं पायं, दिवड्डाओ मासाओ परेण धरेइ, धरतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ત્રણથી વધુ બંધનવાળા પાત્રને દોઢ મહિનાથી વધુ સમય રાખે કે રાખનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાત્ર સાંધવા સંબંધી વિધાન છે. સાધુ પાત્રને નિષ્કારણ, પાત્રની શોભા વધારવા એક પણ થીંગડું લગાવે નહીં કે થીંગડાં જેવું ચિહ્ન કરે નહીં, પાત્રમાં તડ પડે, તૂટી જાય, પાત્રમાં કાણું પડી જાય ત્યારે તેને સાંધવું કે થીંગડું લગાવવું આવશ્યક બને છે. આ રીતે સકારણ થીંગડું લગાવવું પડે તો પાત્ર જે પ્રકારનું હોય તેવું સજાતીય થીંગડું લગાવે.
કોઈપણ પાત્રને સકારણ થીંગડાં લગાડવા પડે તો વધુમાં વધુ ત્રણ થીંગડાં લગાડી શકાય છે. ત્રણથી વધુ થીંગડાં લગાડે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
કેટલીક પ્રતોમાં "થીંગડું અવિધિથી લગાડે તો પ્રાયશ્ચિત્ત આવે", તે અર્થને સૂચવતું, ને મિfg પાયં વિહીપ કે વા સાફા આ સૂત્ર વધુ જોવા મળે છે. ભાષ્ય તથા ચૂર્ણિમાં આ સૂત્ર નથી. ભાષ્યાનુસાર ઉપરોક્ત ૪૩મું સૂત્ર દેહલી દીપક ન્યાયે પૂર્વના થીંગડાં સાથે તથા બંધન સૂત્ર સાથે અન્વય પામે છે. બંને સાથે તેનો અન્વય કરતા તેનો અર્થ આ પ્રમાણે થાય છે– અવિધિએ થીંગડું લગાવે કે અવિધિએ પાત્રને બંધન બાંધે, તો તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિધિ-અવિધિઃ- બંધન કે થીંગડું લગાડ્યા પછી તે સ્થાન પ્રતિલેખન યોગ્ય રહે, જે સ્થાન પર બંધન કે થીંગડું લગાવે તે સ્થાનેથી આહારના અંશ સરળતાથી સાફ કરી શકાય, તે રીતે બંધનાદિ બાંધવા, બંધન કે થીંગડું લગાડવાનું કાર્ય ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ થાય તે રીતે કરવું, ઉપરોક્ત પ્રકારે બંધન કે થીંગડું