________________
ઉદ્દેશક-૧
|
૧૧
|
- સાધુને તુંબડા, લાકડા કે માટી, આ ત્રણ પ્રકારના પાત્રા રાખવા કહ્યું છે પણ તેનું નિર્માણ કે પરિષ્કરણ(સુધારવાનું)નું કાર્ય ગૃહસ્થ પાસે કરાવવું કલ્પતું નથી. આવશ્યક જણાય ત્યારે પાત્રનું સંસ્કરણ સાધુએ પોતે જ કરવું જોઈએ. પ્રસ્તુતમાં પરિષ્કરણ(સંસ્કરણ) વગેરે માટે ત્રણ શબ્દોનો પ્રયોગ થયો છે. રિપટ્ટાફ, સંડા, નીવેદ – આ ત્રણે શબ્દોના અર્થ ભાષ્ય-ચૂર્ણિમાં આ પ્રમાણે કરવામાં આવ્યા છે– પોષ-નિગ્નાવ, સંડવ-મુહાવી, જનાવણ-વિસના સમીકરણ !
(૧) પટ્ટાવનિર્માણ કરવું, બનાવવું અથવા ઉપયોગ યોગ્ય બનાવવું. પાત્રને તેલ, રોગાન, સફેદો વગેરે લગાવવા, તે પરિઘટ્ટણ કહેવાય છે. (૨) સંવાવે– પાત્રના મુખને બરાબર કરવું, પાત્રના મુખને મજબૂત બનાવવું. લાકડાના પાત્રના મુખ પર દોરા બાંધવા, તે સંઠાવણ કહેવાય છે. (૩) બનાવે– પાત્રમાં કોઈ જગ્યા વિષમ હોય, ઊંચી-નીચી હોય તેને સમ કરવી. પાત્રમાં રહેલા ખાડા જેવા ભાગને ભરીને, ઉપસેલા ભાગને કાચ કે કાચકાગળથી ઘસીને સમ કરવા, તે જમાવણ કહેવાય છે.
| સર્વ પ્રથમ તો સાધુએ આ ત્રણ પ્રકારના કાર્ય કરવા ન પડે તેવા પાત્રની ગવેષણા કરવી જોઈએ. કદાચ પરિકર્મ કરવું પડે તેવા પાત્ર મળે, તો તે કાર્ય સ્વયં કરે પણ ગૃહસ્થ પાસે કરાવે નહિ. ગૃહસ્થ પાસે કરાવવામાં છકાય જીવની હિંસા થવાની સંભાવના હોવાથી સાધુ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થો દ્વારા દંડાદિનું પરિકર્મ - ४० जे भिक्खू दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूइयं वा अण्णउत्थिएणं वा गारत्थिएण वा परिघट्टावेइ वा संठावेइ वा जमावेइ वा अलमप्पणो करणयाए सुहुमवि णो कप्पइ इति जाणमाणे सरमाणे अण्णमण्णस्स वियरइ वियरतं वा साइज्जइ । ભાવાર્થ :- (જે) સાધુ કે સાધ્વી દંડ, લાકડી, અવલેહનિકા કે વાંસની સોયને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવમાં, સમું કરવામાં અને વિષમને સમ બનાવવામાં પોતે સમર્થ હોય, તો તેને ગૃહસ્થ કે અન્યતીર્થિકો પાસે અંશમાત્ર પણ તે કાર્ય કરાવવું કલ્પતું નથી. (જે સાધુ-સાધ્વી દંડાદિને સમાં કરવાનું કાય) જાણતા હોવા છતાં, સ્મરણમાં હોવા છતાં અને તે કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં અન્ય (અન્યતીર્થિકો કે ગૃહસ્થ) પાસે કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, તો તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થો દ્વારા દંડાદિનું પરિકર્મ કરાવવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
દંડ વગેરે બનાવવા અથવા ઉપરથી સાફ કરવાને પરિઘટ્ટણ કહે છે. દંડાદિના મુખને મજબૂત કરવું અથવા તેની ગાંઠો સાફ કરવાને સંઠવણ કહે છે. દંડાદિના વિષમ ભાગને સમ કરવાને જમાવણ કહે છે. દંડાદિ સંબંધી આ ત્રણે કાર્ય ગૃહસ્થ પાસે કરાવવામાં છકાય જીવની હિંસાની સંભાવના હોવાથી સાધુ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
ચાલતા સમયે ટેકા માટે હાથમાં રાખવામાં આવે તેને દંડ, પગમાં લાગેલા કાદવને સાફ કરવા રાખવામાં આવતા ખપાટના ટુકડાને અવલેહનિકા અને રજોહરણની દેશી પરોવવા કે પાત્રાને સાંધવાના ઉપયોગમાં આવે, તે વાંસની સોય તરીકે પ્રસિદ્ધ છે.