________________
૧૦ |
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવિધિથી સોય પાછી આપે કે આપનારનું અનુમોદન કરે, ३६ जे भिक्खू पिप्पलगं अविहीए पच्चप्पिणेइ, पच्चप्पिणेतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિથી કાતર પાછી આપે કે આપનારનું અનુમોદન કરે, |३७ जे भिक्खू णहच्छेयणगं अविहीए पच्चप्पिणेइ, पच्चप्पिणेतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિથી નખોદનક પાછું આપે કે આપનારનું અનુમોદન કરે, ३८ जे भिक्खू कण्णसोहणगं अविहीए पच्चप्पिणेइ, पच्चप्पिणेतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવિધિથી કર્ણશોધનક પાછું આપે કે આપનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
કાર્ય પૂર્ણ થયા પછી સાધુએ સોય વગેરે ઉપકરણો ગૃહસ્થને વિધિપૂર્વક જ પાછા આપવા જોઈએ. પાટીહારી વસ્તુઓ પાછી આપવાની વિધિ :- સોય, કાતર વગેરેની અણી કોઈને વાગે નહિ તેમ આપવી જોઈએ. ચૂર્ણિકારે સોય વગેરે પાછી આપવાની વિધિનું કથન આ પ્રમાણે કર્યુ છે– “ભાઈ ! (બહેન !) આ તમારી સોય સંભાળી લો” આ પ્રમાણે કહી ઘૂંટણથી ઉપર સ્થિત હોય તેવા હાથથી, ગૃહસ્થને હાથોહાથ સોય આપે તો તે અવિધિ છે. નીચા નમી ભૂમિ પર સોય મૂકીને અથવા હથેળીમાં રાખીને ગૃહસ્થને તે સોય સંભાળી લેવાનું કહેવું તે વિધિ છે. સોય આદિ ઉપકરણોને અવિધિથી પાછા આપવાનો નિષેધ શ્રી આચરાગ સૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, અધ્યયન-૭, ઉદ્દેશક-૧, સૂત્ર-પમાં છે.
ગૃહસ્થની કોઈ પણ વસ્તુ ઊંચેથી ફેંકીને અવિધિથી આપે તો ધર્મની લઘુતા થાય, વાયુકાય જીવોની વિરાધના થાય, સોઈ વગેરે નાની વસ્તુ ક્યારેક ખોવાઈ જાય છે અને દાતાના ભાવોમાં ન્યૂનતા આવવાની સંભાવના છે. આ રીતે આપવાથી તે સાધુ પ્રસ્તુત સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થો દ્વારા પાત્રનું પરિકર્મ - ३९ जे भिक्खू लाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा अण्णउत्थिएण वा गारत्थिएण वा परिघट्टावेइ वा संठावेइ वा जमावेइ वा अलमप्पणो करणयाए सुहुमवि णो कप्पइ, इति जाणमाणे सरमाणे अण्णमण्णस्स वियरइ, वियरत वा साइज्जइ । ભાવાર્થ:- (જે) સાધુ કે સાધ્વી તુંબડા, લાકડા કે માટીના પાત્રને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં અર્થાત્ રંગ-રોગાનાદિ લગાડવામાં, સમું કરાવવામાં અને વિષમને સમ બનાવવામાં પોતે સમર્થ હોય, તો તેને ગૃહસ્થ કે અન્યતીર્થિકો પાસે અંશમાત્ર પણ તે કાર્ય કરાવવું કલ્પતું નથી. (જે સાધુ-સાધ્વી પાત્રને સમા કરવાનું આદિ કાય) જાણતા હોવા છતાં, સ્મરણમાં હોવા છતાં અને તે કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં અન્ય-અન્ય (ગૃહસ્થ કે અન્યતીર્થિકો) પાસે કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાત્રનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે.