________________
ઉદ્દેશક-૧
કહેવાય છે. અમુક કાર્ય માટે સોય વગેરે લઈ જાઉં છું.” આ રીતે કાર્યનો સ્પષ્ટ નિર્દેશ કરી, સોય ગ્રહણ કરે તો તે સોય વડે અન્ય કાર્ય કરી શકાય નહીં. નિર્દેશ કરેલ કાર્ય સિવાય અન્ય કાર્ય કરવાથી સાધુનું બીજું અને ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે, ગૃહસ્થોને સાધુ ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થાય છે, તેથી સાધુએ સોય વગેરેની યાચના સમયે કોઈ નિશ્ચિત કાર્યનો ઉલ્લેખ કરવો ન જોઈએ અને જો નિશ્ચિત કાર્યના ઉલ્લેખ સાથે સોય વગેરેની યાચના કરી હોય તો તે સોયથી તે જ કાર્ય કરવું જોઈએ, અન્ય કાર્ય કરે તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પોતાના માટે લાવેલી વસ્તુ અન્યને આપવી :३१ जे भिक्खु अप्पणो एक्कस्स अट्ठाए सुइं जाइत्ता अण्णमण्णस्स अणुप्पदेइ, अणुप्पदेंत वा साइज्जइ ।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાના એકને માટે સોયની યાચના કરીને લઈ આવે અને તે અન્ય સાધુઓને આપે કે આપનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खु अप्पणो एक्कस्स अट्ठाए पिप्पलगं जाइत्ता अण्णमण्णस्स અપ, મyખત વા સાફા ! ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પોતાના એકને માટે કાતરની યાચના કરીને લઈ આવે અને તે અન્ય સાધુઓને આપે કે આપનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खु अप्पणो एक्कस्स अट्ठाए णहच्छेयणगं जाइत्ता अण्णमण्णस्स अणुप्पदेइ, अणुप्पदेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના એકને માટે નખછેદનકની યાચના કરીને લઈ આવે અને તે અન્ય સાધુને આપે કે આપનારનું અનુમોદન કરે. ३४ जे भिक्खु अप्पणो एक्कस्स अट्ठाए कण्णसोहणगं जाइत्ता अण्णमण्णस्स अणुप्पदेइ, अणुप्पदेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના એકને માટે કર્ણશોધનકની યાચના કરીને લઈ આવે અને તે અન્ય સાધુને આપે કે આપનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
વસ્ત્ર સીવવા વગેરે કાર્ય માટે સોય આદિની જરૂર હોય ત્યારે સાધુએ જો માત્ર પોતાના કાર્યનો નિર્દેશ કરી સોય વગેરેની યાચના કરી હોય, તો તે સોય અન્ય સાધુને વાપરવા આપવી કલ્પતી નથી અને જો આપે તો સાધુનું બીજું-ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે, માટે કોઈનું નામ નિર્દેશ કર્યા વિના જ સોય આદિની યાચના કરવાનો વિવેક રાખવો, અથવા જે વ્યક્તિનો નામનિર્દેશ કરીને વસ્તુની યાચના કરી હોય, તે વ્યક્તિએ જ તે વસ્તુ વાપરવી જોઈએ. સોય આદિને અવિધિએ પાછા આપવાઃ३५ जे भिक्खू सूई अविहीए पच्चप्पिणेइ, पच्चप्पिणेतं वा साइज्जइ ।