________________
[ ૮ ]
શ્રી નિશીથ સૂત્ર
વિપરીત રૂપે વસ્તુને ગ્રહણ કરવી, તે અવિધિ કહેવાય છે. સાધુ પ્રત્યેક કાર્ય વિધિપૂર્વક કરે છે. સોય વગેરે ઔપગ્રહિક ઉપકરણની આવશ્યકતા હોય ત્યારે ગૃહસ્થ પાસે યાચના કરતા કહે કે “મારે વસ્ત્ર સાંધવા, સીવવા આદિ કાર્ય માટે સોય, કાતર આદિની જરૂર છે, તે તમે આપો. કાર્ય પૂર્ણ થતાં અમુક સમયમાં આપની વસ્તુ પાછી આપી જઈશ', આ પ્રમાણે કહીને યાચના કરે અને તત્પશ્ચાત્ પોતાને કે ગૃહસ્થને વાગે નહીં, સોય આદિ પડી ન જાય, તેની અણી વગેરે તૂટે નહીં, તે રીતે વિવેકથી ગ્રહણ કરે, આ યાચના(ગ્રહણ)ની વિધિ છે, તેનાથી વિપરિત યાચના કરવી કે ગ્રહણ કરવી, તે અવિધિ છે.
સાધુને અવિધિ કે અવિવેકથી ગ્રહણ કરતા જોઈ ગૃહસ્થને પોતાની વસ્તુની સુરક્ષિતતામાં શંકા થાય અને સાધુને વસ્તુ આપવાની ભાવના મંદ થઈ જાય માટે સૂત્રમાં વિધિપૂર્વક ગ્રહણ કરવાનું વિધાન છે. પાઢીહારી વસ્તુથી નિર્દિષ્ટ કાર્ય સિવાયનું કાર્યકરણ:
२७ जे भिक्खु पाडिहारियं सूई जाइत्ता वत्थं सिव्विस्सामि त्ति पायं सिव्वइ सिव्वत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધકે સાધ્વી ‘વસ્ત્ર સીવીશ' તેમ કહી, યાચના કરીને પાઢીહારી સોયલાવે અને તે સોય દ્વારા પાત્ર સીવે અથવા પાત્ર સીવનારનું અનુમોદન કરે, | २८ जे भिक्खु पाडिहारियं पिप्पलगं जाइत्ता वत्थं छिंदिस्सामि त्ति पायं छिंदइ, छिंदत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ‘વસ્ત્ર વેતરીશ' તેમ કહી, યાચના કરીને પઢીહારી કાતર લાવે અને તેનાથી પાત્રમાં છેદ કરવાનું(કાપવાનું) કામ કરે અથવા કરનારનું અનુમોદન કરે. २९ जे भिक्खु पाडिहारियं णहच्छेयणगं जाइत्ता णहं छिंदिस्सामि त्ति सल्लुद्धरणं करेइ, करेंत वा साइज्जइ ।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ‘નખ કાપીશ” તેમ કહી, યાચના કરીને પાઢીહારું નખછેદનક લાવે અને તેના દ્વારા કાંટો કાઢે અથવા કાઢાનારનું અનુમોદન કરે.
३० जे भिक्खु पाडिहारियं कण्णंसोहणगं जाइत्ता कण्णमलं णीहरिस्सामि त्ति दंतमलं वा णहमलं वा णीहरइ, णीहरंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કાન સાફ કરીશ' તેમ કહી, યાચના કરીને પાઢીહારું કર્ણશોધનક લાવે અને તેના દ્વારા દાંતનો મેલ, નખનો મેલ કાઢે અથવા કાઢનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :પડિહાપર્વ – ગૃહસ્થ પાસેથી લીધેલી જે વસ્તુ ઉપયોગ કર્યા પછી ગૃહસ્થને પાછી આપી શકાય તે વસ્તુ પાઢીહારું કે પ્રાતિહારિક કહેવાય છે. પ્રતિ ઉપસર્ગ અને દધાતુથી પ્રાતિહારિક શબ્દ બને છે. પ્રતિપાછું આપવું અને હું –ગ્રહણ કરવું, ગ્રહણ કર્યા પછી પાછા આપી શકાય તેવા ઉપકરણો, પાઢીહાર