________________
ઉદ્દેશક-૧
|
૭
|
ઉપયોગ કરવો જોઈએ. તેનું સમારકામ વગેરે ગૃહસ્થો પાસે કરાવવું નહીં કે ઉપકરણો પ્રતિ આસક્તિ રાખવી નહીં. સોય, કાતર આદિની નિષ્કારણ યાચના:|१९ जे भिक्खू अणट्ठाए सूई जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિષ્કારણ સોયની યાચના કરે કે યાચના કરનારનું અનુમોદન કરે, २० जे भिक्खू अणट्ठाए पिप्पलगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિષ્કારણ કાતરની યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | २१ जे भिक्खू अणट्ठाए णहच्छेयणगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિષ્કારણ નખદનકની યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | २२ जे भिक्खू अणट्ठाए कण्णसोहणगं जायइ, जायंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિષ્કારણ કર્ણશોધનકની યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
સોયાદિનું કામ હોય ત્યારે સાધુ ગુરુ કે રત્નાધિકની આજ્ઞા લઈ તેની યાચના કરે. સોય વગેરે ઉપકરણો ખોવાઈ જવાની, તૂટી જવાની, વાગી જવાની કે પાછું આપવાનું ભૂલી જવાની સંભાવના હોવાથી તેની નિષ્કારણ યાચના ન કરે નહીં. સોય આદિનું અવિધિએ ગ્રહણ:२३ जे भिक्खू अविहीए सूई जायइ, जायंत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિએ સોયની યાચના(ગ્રહણ) કરે કે કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू अविहीए पिप्पलगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિએ કાતરની યાચના(ગ્રહણ) કરે કે કરનારનું અનુમોદન કરે, | २५ जे भिक्खू अविहीए णहच्छेयणगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિએ નખવેદનકની યાચના(ગ્રહણ) કરે કે કરનારનું અનુમોદન કરે, २६ जे भिक्खू अविहीए कण्णसोहणगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવિધિએ કર્ણશોધનકની યાચના(ગ્રહણ) કરે કે કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :વિદt:- સ્વધર્મના પ્રસિદ્ધ નિયમાનુસાર વસ્તુને ગ્રહણ કરવી, તે વિધિ છે અને સ્વધર્મના નિયમથી