________________
|
૬
|
શ્રી નિશીથ સૂત્ર
છે. સોયની અણી વાંકી વળી ગઈ હોય તો સીધી કરવી, અણી બૂઠી થઈ ગઈ હોય તો પત્થર પર ઘસી ધારદાર કરવી, સોયના નાકાને નાનું-મોટું કરવું, તે સોયનું ઉત્તરકરણ છે. કાતરની ધાર કાઢવી, જડ મજબૂત કરવી વગેરે કાતરનું ઉત્તરકરણ છે. નખોદનકને ધારદાર બનાવવું, તે નખછેદનકનું ઉત્તરકરણ છે. કર્ણશોધનકને મૃદુસ્પર્શી બનાવવું તે કર્ણશોધનકનું ઉત્તરકરણ છે.
પ્રસ્તુત સૂત્રોમાં આ પ્રકારની ઉત્તરકરણ ક્રિયા ગૃહસ્થ પાસેથી કરાવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાત્યિક વા પત્યિ વાદ- અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કરાવવું. અહીં આ બે શબ્દોમાં સમસ્ત ગૃહસ્થોનો સમાવેશ થઈ જાય છે. ભાષ્ય-ચૂર્ણમાં ગૃહસ્થના આઠ પ્રકાર બતાવ્યા છે તથા કયા ક્રમથી ગૃહસ્થ પાસે કાર્ય કરાવાય તેનું સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. પરિસ્થિતિવશ પોતાનું કાર્ય ગૃહસ્થ પાસે કરાવવું પડે તો અનુક્રમથી તે ગૃહસ્થ પાસે કામ કરાવે પણ તે માટે તેને ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે, સ્વયં કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ચૂર્ણકારે સ્વમત-અન્યમતના ગૃહસ્થનો નિમ્નોક્ત ક્રમ બતાવ્યો છે.
पच्छाकड, साभिग्गह, निरभिग्गह भद्दए वा असण्णी ।
frદ અતિસ્થિર વા, નિદિ પુષં પતરે પછી II ભાષ્ય ગાથા-૬૨૯. (૧) વેશત્યાગી શ્રમણ અથવા વૃદ્ધ અનુભવી પાસે કાર્ય કરાવે, તે ન મળે તો ક્રમશઃ (૨) અણુવ્રતધારી શ્રાવક પાસે, (૩) શ્રદ્ધાવાન શ્રાવક પાસે, (૪) ભદ્ર પરિણામી પાસે કાર્ય કરાવે.
આ ક્રમે સ્વમતના ગૃહસ્થ ન મળે અને અન્યમતના ગૃહસ્થ પાસે તે કાર્ય કરાવવા પડે, તો ક્રમશઃ (૫) સંન્યાસ ત્યાગી અથવા વૃદ્ધ અનુભવી પાસે, (૬) અન્યમતના વ્રતનું પાલન કરનારા પાસે, (૭) અન્યમતના શ્રદ્ધાવાન પાસે, (૮) સરલ સ્વભાવી અન્ય મતાવલંબી પાસે કરાવે.
આ સુત્રમાં અન્યતીર્થિક શબ્દ દ્વારા અન્ય મતના ગૃહસ્થ અને ગારન્થિય શબ્દથી સ્વમતના ગૃહસ્થનું કથન કરવામાં આવ્યું છે. ઉપકરણના પ્રકારઃ- સાધુના ઉપકરણોના બે પ્રકાર હોય છે– (૧) ઓધિક ઉપકરણ અને (૨) ઔપગ્રહિક ઉપકરણ.
(૧) ઔધિક ઉપકરણ– સંયમ અને શરીર ઉપયોગી જે ઉપકરણો હંમેશાં સાધુ પોતાની પાસે રાખે છે, તેવા ઉપકરણો ઔદિક ઉપકરણ કહેવાય છે, જેમ કે મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે સંયમ ઉપયોગી છે અને વસ્ત્ર, પાત્ર વગેરે શરીર ઉપયોગી છે. તે ઉપકરણ સાધુ હંમેશાં પોતાની પાસે રાખે છે. તે લીધા પછી પાછા આપી શકાતા નથી.
) ઔપગ્રહિક ઉપકરણ– જે ઉપકરણો સાધુ હંમેશાં પોતાની પાસે રાખતાં નથી પરંતુ વિશેષ પરિસ્થિતિમાં આવશ્યકતા પ્રમાણે ગૃહસ્થોને ત્યાંથી લઈ આવે અને તેની આવશ્યકતા ન રહે ત્યારે ગૃહસ્થને પાછા આપી દે, તેવા પાઢીહારા ઉપકરણને ઔપગ્રહિક ઉપકરણ કહેવામાં આવે છે.
ચશ્મા, દંડ, લાકડી વગેરે હંમેશાં ઉપયોગમાં આવે તેવા ઔપગ્રહિક ઉપકરણ છે, જ્યારે સોય, કાતર વગેરે ક્યારેક ઉપયોગમાં આવે તેવા ઔપગ્રહિક ઉપકરણ છે, સાધુ તે પાઢીહારા લઈ આવે અને જે કાર્ય માટે લાવ્યા હોય કાર્ય પૂર્ણ થતાં તે ગૃહસ્થને પાછા આપે છે.
આ સૂત્રનો અભિપ્રાય એ જ છે કે સાધુએ નિઃસ્પૃહભાવથી આવશ્યકતાનુસાર આ ઉપકરણોનો