________________
ઉદ્દેશક-૧
પ્રજ્વલિત થાય છે તેમાં વિવિધ પ્રકારની કચેષ્ટાઓ વેદ મોહનીય કર્મને ઉદ્દિપ્ત કરે છે, માટે સાધુએ અબ્રહ્મવર્ધક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અને જો સાધુ તેવી પ્રવૃત્તિ કરે તો તે ગુરુમાસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. સુગંધની આસક્તિ - |१० जे भिक्खू सचित्त पइट्ठियं गंध जिंघइ जिंघतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી સચિત્ત પદાર્થમાં રહેલી સુગંધને સુંઘે કે સુંઘનારનું અનુમોદન કરે છે, તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત પદાર્થવર્તી સુગંધ માણવાનું પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે.
સૂત્રકારે અહીં સચિત્ત શબ્દનો જ પ્રયોગ કર્યો છે, અચિત્તનો નહિ, કારણ કે અચિત્ત પદાર્થની ગંધ સંબંધી પ્રાયશ્ચિત્ત બીજા ઉદ્દેશકમાં કહ્યું છે. શ્રી આચારાંગ સુત્રના બીજા શ્રુતસ્કંધમાં સાધુને પાંચમાં અપરિગ્રહ મહાવ્રતની સુરક્ષા માટે પાંચ ઇન્દ્રિયોના નિગ્રહનું કથન છે. સાધુ કોઈપણ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થાય નહીં.
સ્વાભાવિક રીતે આસપાસના કોઈ પદાર્થોની સુગંધ કે દુર્ગધ આવી રહી હોય, તો પણ સાધુ તેમાં રાગ-દ્વેષના ભાવ કરે નહીં, તે જ રીતે વિષયોની આસક્તિથી કોઈપણ પદાર્થોને સુંઘે નહીં.
ફળ, ફૂલ આદિ સચેત પદાર્થોને સુગંધની ઇચ્છાપૂર્વક સુંઘવાથી આસક્તિનો ભાવ પુષ્ટ થાય છે, ક્રમશઃ તે પદાર્થો લેવાની કે રાખવાની ઇચ્છા થાય છે, પરંપરાએ સાધુના અપરિગ્રહ મહાવ્રતની ખંડના થાય છે, તેથી સાધુ કોઈપણ પદાર્થોને આસક્તિ ભાવથી સુંઘે નહીં કે તે ક્રિયા કરાવે નહીં તેનું અનુમોદન પણ કરે નહીં.
સૂત્રપાઠમાં માત્ર બિનહૂ- સાધુનું જ કથન છે પરંતુ ઉપલક્ષણથી સાધ્વીનું પણ ગ્રહણ થાય છે. આચારાંગ સૂત્ર-દ્વિતીય શ્રુતસ્કંધમાં સાધુ-સાધ્વી, બૃહત્કલ્પમાં નિગ્રંથ-નિર્ચથી શબ્દપ્રયોગ છે. પ્રસ્તુત આગમમાં સર્વત્ર fમણૂ શબ્દનો પ્રયોગ છે. તે શબ્દ પ્રયોગ સાધુ-સાધ્વી બંને માટે છે, તેમ સમજવું. જિંપફ બિંધત વા સાફMફ - સુંઘે કે સુંઘનારનું અનુમોદન કરે. સૂત્રકારે સૂત્રમાં સ્વયં સૂંઘવું અને અનુમોદન કરવું, આ બે ક્રિયાનો ઉલ્લેખ કર્યો છે, કરાવવાનું કથન કર્યું નથી, પરંતુ સાફ શબ્દથી કરાવવાનું પણ ગ્રહણ થઈ જાય છે. સાફના કુવા-રાવણે અનુમોને સાનના બે અર્થ છે- કરાવવું અને અનુમોદવું. આ આગમમાં સર્વત્ર બે ક્રિયાનું કથન હોય ત્યાં કરવું, કરાવવું અને અનુમોદવું, ત્રણેનું ગ્રહણ થયું છે તેમ સમજવું. પ્રાયશ્ચિત્ત માટે વાક્ય પૂતિ – ઉપલબ્ધ પ્રતોના મૂળપાઠમાં આ સૂત્ર સાથે પ્રાયશ્ચિત્ત વિધાયક વાક્ય નથી. તેની પૂર્તિ આ ઉદ્દેશકના અંતિમ સૂત્ર દ્વારા કરવામાં આવી છે. ઉદ્દેશકનું અંતિમ સૂત્ર છે–સેવાને આવ૬ માસિયં પરિહારકુઈ અજુપાડ્યું . આ ઉદ્દેશકમાં કથિત પ્રત્યેક પ્રવૃત્તિનું સેવન કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. આ રીતે પ્રત્યેક સૂત્રના પ્રાયશ્ચિત્ત વિષય સાથે આ પ્રાયશ્ચિત્ત વાક્યનો અધ્યાહાર સમજી લેવો જોઈએ.
પ્રાચીનકાળમાં પ્રત્યેક સૂત્ર સાથે પ્રાયશ્ચિત્ત વિધાન રહ્યું હોય તેવું પ્રાચીન વ્યાખ્યાઓ(નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ)નું પરિશીલન કરતાં સ્પષ્ટ જણાય છે.