________________
૪
શ્રી નિશીથ સૂત્ર
ગૃહસ્થ દ્વારા પદ માર્ગાદિ નિર્માણ :
|११ जे भिक्खु पयमग्गं वा संकमं वा अवलंबणं वा अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પદ માર્ગ, સંક્રમણ માર્ગ કે અવલંબન માર્ગનું નિર્માણ કરાવે અથવા કરાવનારનું અનુમોદન કરે,
१२ जे भिक्खू दगवीणियं अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પાણીની નીક કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू सिक्कगं वा सिक्कगणंतगं वा अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાઘ્વીઅન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે શીકું કે શીકાનું ઢાંકણું કરાવે કે કરાવનારની અનુમોદના કરે,
| १४ जे भिक्खू सोत्तियं वा रज्जुयं वा चिलमिलि अण्णउत्थिएण वा गारत्थि वा कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સૂતરની કે દોરીની ચિલમિલિકા બનાવરાવે કે બનાવનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત
આવે છે.
વિવેચન :
યમાં :- પદમાર્ગ. વરસાદ વગેરેના કારણથી ચાલવાના માર્ગમાં પાણી ભરાય જાય કે કાદવ-કીચડ થઈ જાય તો તે રસ્તા પર ચાલવું મુશ્કેલ બને છે અને જીવોની વિરાધના થાય છે. આ સંયમવિરાધના કે આત્મવિરાધનાથી બચવા માટે ઈટ, પથ્થર વગેરે મૂકી રસ્તો બનાવવામાં આવે, તેને પદમાર્ગ કહે છે. संकमं :- સંક્રમણ માર્ગ. નીચે પથ્થર મૂકી, તેના પર લાકડાનું પાટીયું મૂકી, જમીનથી થોડો ઊંચો જે માર્ગ બનાવવામાં આવે તેને સંક્રમણ માર્ગ કહે છે. તેમાં પાણી નીચેથી વહેતું રહે અને ઉપરથી અવર-જવર થઈ શકે છે. અવલંવળ :- અવલંબન માર્ગ. પદમાર્ગ-સંક્રમણ માર્ગની આજુબાજુ આધાર માટે થાંભલા મૂકવા કે દોરડું બાંધે, સીડી ઉપર ચડવા-ઉતરવાના આધાર માટે દોરડું-થાંભલા વગેરે રાખવામાં આવે, તેને અવલંબન કહે છે. તેવા અવલંબન યુક્ત રસ્તાને અવલંબન માર્ગ કહે છે.
વીખિયું :- દગવીણિકા. કોઈ સ્થાનમાં પાણી ભરાતું હોય, ત્યારે તે પાણીને રસ્તો આપવા નીક બનાવવામાં આવે તેને દગવીણિકા કહે છે.
સિવાઃ– શીકું. ઉંદર, બિલાડી, કૂતરા વગેરેથી ભોજન સામગ્રીનું રક્ષણ કરવા શીકું બનાવવામાં આવે છે, તેમાં ખાધ સામગ્રી મૂકી તેને અદ્ધર ટીંગાડવામાં આવે છે.