________________
२
શ્રી નિશીથ સૂત્ર
પ્રથમ ઉદ્દેશક DEE 4८ गुरु भासिङ प्रायश्चित्त स्थान VED
મોહ ઉદ્દીપક ચેષ્ટાઓઃ
१ जे भिक्खू हत्थकम्मं करेइ, करेंतं वा साइज्जइ ।
२ जे भिक्खू अंगादाणं कट्ठेण वा किलिंचेण वा अंगुलियाए वा सलागाए वा संचालेइ, संचालेंतं वा साइज्जइ ।
३ जे भिक्खू अंगादाणं संबाहेज्ज वा पलिमद्देज्ज वा संबाहंतं वा पलिमद्दतं वा साइज्जइ ।
४ जे भिक्खू अंगादाणं तेल्लेण वा घएण वा वसाए वा णवणीएण वा अब्भंगेज्ज वा मक्खेज्ज वा अब्भंगेंतं वा मक्र्खेतं वा साइज्जइ ।
५ जे भिक्खू अंगादाणं कक्केण वा लोद्वेण वा पउमचुण्णेण वा ण्हाणेण वा सिणाणेण वा चुण्णेहिं वा वण्णेहिं वा उव्वट्टेज्ज वा परिवट्टेज्ज वा उव्वतं वा परिवट्टेतं वा साइज्जइ ।
६ जे भिक्खू अंगादाणं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ ।
७
जे भिक्खू अंगादाणं णिच्छलेइ, णिच्छलेंतं वा साइज्जइ ।
८ जे भिक्खू अंगादाणं जिंघई, जिघंतं वा साइज्जइ ।
९ जे भिक्खू अंगादाणं अण्णयरंसि अचित्तंसि सोयंसि अणुप्पवेसेत्ता सुक्कपोग्गले णिग्घाएइ, णिग्घाएंतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી વેદ મોહનીય કર્મને ઉદિત કરે, અબ્રહ્મભાવને ઉત્તેજિત કરે, તેવી વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે, તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં બ્રહ્મચર્ય મહાવ્રતમાં લાગતા અનાચાર દોષોના પ્રાયશ્ચિતનું વિધાન છે. અતિચાર પર્યંતના દોષોની શુદ્ધિ આલોચના—પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી થાય છે અને અનાચાર દોષોની શુદ્ધિ તપ પ્રાયશ્ચિત્તથી થાય છે.
સૂતેલા સિંહને જગાડવો, શાંત સર્પની પૂંછડી દબાવવી વગેરે ચેષ્ટાઓ, સ્વયંના ઘાતનું કારણ બને છે તેમ વિવિધ પ્રકારની કુચેષ્ટાઓ સાધુના સંયમની ઘાત કરે છે. અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધુ