________________
પરિચય
|
પ્રથમ ઉદ્દેશક પરિચય છROCRORRORDROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૫૮ પ્રકારના ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
અબ્રહ્મચર્ય મૂલક કાયિક કુચેષ્ટાઓ કરવી, સચિત્ત પદાર્થ સુંઘવા, પદમાર્ગ, સંક્રમણ માર્ગ(પુલ) અવલંબનનું સાધન, પાણી કાઢવાની નીક વગેરે તૈયાર કરાવવા, શકું, તેનું ઢાંકણું તથા સૂતરની અથવા દોરાની ચિલમિલિકા તૈયાર કરાવવી.
સોય, કાતર, નખ છેદનક અને કર્ણશોધનકને સમા કરવા, સોય આદિની પ્રયોજન વિના યાચના કરવી, અવિધિએ યાચના કરવી, જે કાર્ય માટે યાચના કરી હોય તેના વડે બીજું કાર્ય કરવું, પોતાના કાર્ય માટે સોય આદિની યાચના કરીને, બીજાને આપવા અને અવિધિએ પાછી આપવી.
પાત્રનું પરિકર્મ કરાવવું, દંડ, લાકડી, અવલેહનિકા અને વાંસની સોયનું પરિકર્મ કરાવવું, અકારણ પાત્રને એક થીંગડું લગાડવાવું. સકારણ પાત્રને ત્રણથી વધુ થીંગડાં લગાડવવા. પાત્રને અવિધિથી બંધન બાંધવા, પાત્રને એક બંધન બાંધવું, પાત્રને ત્રણથી વધુ બંધન બાંધવું, ત્રણથી અધિક બંધનવાળુ (સાંધાવાળુ) પાત્ર દોઢ માસથી વધુ રાખવું.
પ્રયોજન વિના વસ્ત્રને એક થીંગડું લગાડવાવું, ફાટેલા વસ્ત્રને ત્રણથી વધુ થીંગડાં લગાડવાવા, અવિધિથી વસ્ત્રને સીવવા, કારણ વિના વસ્ત્રને એક ગાંઠ મારવી, કારણસર વસ્ત્રને ત્રણથી વધુ ગાંઠ મારવી, ફાટેલાં વસ્ત્રની સાથે એક વસ્ત્રખંડ જોડવું, ફાટેલાં વસ્ત્રની સાથે ત્રણથી વધુ વસ્ત્ર ખંડ જોડવા, અવિધિથી વસ્ત્ર ખંડ જોડવા, વિભિન્ન પ્રકારનાં વસ્ત્ર ખંડોને પરસ્પર જોડવા, ત્રણથી વધુ વસ્ત્રખંડ જોડેલાં વસ્ત્રને દોઢ મહિનાથી વધારે રાખવા.
ગૃહસ્થ પાસે ગૃહધૂમ- રસોડાની છત પર લાગેલી ધૂમાડાની મેશ ઉતરાવવી. પૂતિકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ કરવો વગેરે પ્રસ્તુત ઉદ્દેશક ૫૮ સૂત્ર કથિત ૫૮ પ્રવૃત્તિઓનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે
છે.