________________
રૂપે વ્યાખ્યા કરવામાં આવી છે.
આ નિર્યુક્તિ ઉપર શ્રી સિદ્ધસેનગણિ (મતાંતરે શ્રી સંઘદાસ ગણિએ) ભાષ્યની રચના કરી છે. નિર્યુક્તિ અત્યંત સંક્ષિપ્ત અને ગૂઢ હતી, તેના ગંભીર રહસ્યોને પ્રાકૃત ભાષામાં પદ્યાત્મક રૂપે પ્રગટ કરવામાં આવ્યા છે.
મિશ્રિત
આ ભાષ્ય ઉપર શ્રી જિનદાસગણિ મહત્તરે ચૂર્ણિની રચના કરી. ચૂર્ણિ સંસ્કૃત પ્રાકૃત । ભાષામાં ગદ્યાત્મક રૂપે છે. તે વિશેષ ચૂર્ણિ નામે પ્રસિદ્ધ છે.
ઉપાધ્યાય કવિશ્રી અમર મુનિ મ.સા. અને શ્રી કનૈયાલાલજી(કમલ) મ.સા. દ્વારા સંપાદિત ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ સહિત નિશીથ સૂત્રનું પ્રકાશન આગ્રાથી થયું છે.
નિશીથ સૂત્રનો હિંદી અનુવાદ આચાર્ય અમોલક ઋષિજી મહારાજે વીર સંવત ૨૪૦માં પ્રકાશિત કર્યો છે. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. સંસ્કૃત ભાષામાં ટીકા લખી છે. શ્રી મધુરકર મુનિ મ.સા. વિવેચન સહિત હિંદી અનુવાદ પ્રકાશિત કર્યો છે.
સુત્તાગમેમાં પુમિલ્લૂ (ફૂલચંદ્રજી મ.સા.), યુવાચાર્ય મહાપ્રજ્ઞજીએ નિસીહબ્નયળ નામે નિશીથ સૂત્રના મૂળપાઠને (પાઠાંતર સહિત) પ્રકાશિત કર્યો છે. આગમ મનિષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. જૈનાગમ નવનીત− છેદ સૂત્રમાં સંક્ષિપ્તમાં નિશીથ સૂત્ર સારને પ્રકાશિત કર્યો છે.
આ પૂર્વ પ્રકાશિત આગમ સાહિત્યના આધારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર થયો છે. તેમાં સૂત્ર, ભાવાર્થ અને સંક્ષિપ્ત વિવેચનથી વિષયને સ્પષ્ટ કરવા પ્રત્યન કર્યો છે. અંતર અભ્યર્થના :
જિનેશ્વર ગણધર ભગવંતો, સ્થવિર ભગવંતોના રચેલા, વિસ્તાર પામેલા સાધક દશામાંથી પડતી વૃત્તિ સ્થિર કરનારા પ્રસ્તુત સૂત્રના અધ્યાત્મ ભાવોમાં ઓતપ્રોત થઈ, આપ્ત પુરુષોનાં આગમ વચનોને જીવનમાં ગ્રહી, આત્માનાં સત્—ચિ—આનંદ સ્વરૂપને પામવા શ્રુતજ્ઞાનના સમ્યક્ સથવારે સાધ્યને સાધી, સાધકમાંથી સિદ્ધબનવા, ગુરુકૃપા મારો પ્રાણ... ગુરુ આશીષ મારા ત્રાણ... ગુરુવચન મારો શ્વાસ બની રહો એ જ આગમ અનુવાદની પૂર્ણાહૂતિ પળે ભાવભીની ભાવના.
57