________________
વિષય વસ્તુ સકારણ કે નિષ્કારણ સંયમની મર્યાદાઓને ભંગ કરીને સાધક તેની આલોચના કરે, તો તેનું કેવા પ્રકારના પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિકરણ થાય, તે નિશીથ સૂત્રનો પ્રધાન વિષય છે. તે વિષય એકથી વીસ ઉદ્દેશકમાં આ પ્રમાણે વિભક્ત છે.
પ્રથમ ઉદ્દેશકમાં ગુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. બીજા પાંચમા ઉદ્દેશકમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે.
છટ્ટાથી અગિયારમા ઉદ્દેશકમાં ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું અને બારમાથી ઓણગીસમા ઉદ્દેશકમાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે.
વીસમા ઉદ્દેશકમાં સાધકને દોષ સેવનને અનુરૂપ પ્રાયશ્ચિત્ત તપમાં આરોપિત કરવાનું તથા તેને વહન કરાવવાની વિધિનું વિધાન છે.
અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપ દોષોની શુદ્ધિ આલોચના અને મિચ્છામિ દુક્કડમ્ કહેવા માત્રથી થઈ જાય છે. અનાચાર દોષની શુદ્ધિ નિશીથ સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત દ્વારા થાય છે અર્થાત્ નિશીથ સૂત્રમાં અનાચાર દોષ માટે પ્રાયશ્ચિત્ત વિધાન
પ્રાયશ્ચિત્ત સૂત્ર - છેદ સૂત્ર પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. પ્રાયશ્ચિત્ત એટલે પાપનું વિશોધન કરવું. પાપની શુદ્ધિ કરવાની પ્રક્રિયાનું નામ છે પ્રાયશ્ચિત્ત. પ્રાયમ્ એટલે અપરાધ અને ચિત્ત એટલે શોધન, જેના દ્વારા અપરાધોની શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત્ત. પ્રાયશ્ચિત્તનું પ્રાકૃત રૂપ પછિત્ત છે. પાવ એટલે પાપ અને બ્રુિત્ત એટલે પાપનું છેદન, પાપનું છેદન કરે તે પ્રાયશ્ચિત્ત.
પ્રાયશ્ચિત્તમાં સાધક સ્વયં પોતાના દોષને પ્રગટ કરી, ગુરુજનો સમક્ષ પ્રાયશ્ચિત્ત પ્રદાન કરવા પ્રાર્થના કરે છે. જેનું અંતર સરળ, પાપભીરું હોય, સંયમ શુદ્ધિની તીવ્ર ભાવના હોય તે જ સાધક પ્રાયશ્ચિત્ત માટે તત્પર થાય છે. વ્યાખ્યા સાહિત્ય - રહસ્યો અને ગૂઢાર્થથી સભર નિશીથ સૂત્રના રહસ્યોને વ્યક્ત કરવા સમયે-સમયે વ્યાખ્યા સાહિત્યનું નિર્માણ થયું છે. આ સૂત્ર ઉપર ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિની રચના કરી છે. તેમાં પ્રત્યેક પદની નહીં પણ પારિભાષિક શબ્દોની પદ્ય
-
56