________________
(૩) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર, અધ્યયન–૧૦, સૂત્ર-૧ માં ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પ કહ્યા છે. તેની વ્યાખ્યા કરતાં અભિધાન રાજેન્દ્ર કોષ, ભાગ–રમાં કહ્યું છે– अष्टाविंशति- विधः आचार प्रकल्पं, निशीथाध्ययन संयुक्तं आचारांगम् इत्यर्थः । स च एवं सत्थपरिण्णा जाव विमुत्ति, उग्धाइ, अणुग्धाइ, आसेवणा तिविहमो निसीहं तुं इति अट्ठावीसविहो आचार प्रकल्प नामोत्ति । निशीथ અધ્યયન સંયુક્ત આચારાંગ સૂત્ર અર્થાત્ આચાર પ્રકલ્પના ૨૮ પ્રકાર છે, યથા– શસ્ત્ર પરિજ્ઞાથી વિમુક્તિ પર્યંતના (આચારાંગ સૂત્રના) ૨૫ અધ્યયન અને ઉદ્ઘાતિક, અનુદ્ઘાતિક અને આરોપણા નામના ત્રણ નિશીથના, કુલ ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પ
છે.
આ રીતે આચારાંગ સૂત્રના એક અધ્યયનનું નામ નિશીથ અધ્યયન હતું અને તેના ૨૦ ઉદ્દેશક હતા. તે નિશીથ અધ્યયનના વિષય વસ્તુની અપેક્ષાએ ત્રણ વિભાગ હતા. (૧) લઘુ (૨) ગુરુ અને (૩) આરોપણા અથવા (૧) માસિક (૨) ચૌમાસી અને (૩) આરોપણા. આ ત્રણે આચારાંગ સાથે જોડીને આચાર પ્રકલ્પના ૨૮ પ્રકાર થાય છે. અંગ સૂત્ર ઠાણાંગ, સમવાયાંગ, પ્રશ્નવ્યાકરણમાં આચાર પ્રકલ્પમાં નામથી જ વર્ણન છે.
રચના કાળ :– ભદ્રબાહુ સ્વામીએ વ્યવહાર સૂત્રની નિયૂહણા કરી, તે સમયે આચાર પ્રકલ્પ નામ છે અને દેવર્કિંગણી ક્ષમાશ્રમણે નંદી સૂત્રની રચના કરી, તેમાં આગમ ગણનામાં આચાર પ્રકલ્પનું નામ નથી, પરંતુ નિશીથ સૂત્રનું નામ છે. વ્યવહાર સૂત્રના રચના કાળ પછી લગભગ ૮૦૦ વર્ષ પછી નંદી સૂત્રની રચના થઈ છે. તે બંનેની વચ્ચેના સમયગાળામાં આચારાંગ સૂત્રનું નિશીથ અધ્યયન નિશીથ સૂત્રરૂપે પ્રસિદ્ધ પામ્યું હશે, તેમ અનુમાન કરી શકાય છે.
રચના શૈલી . :– નિશીથ સૂત્રના ૨૦ ઉદ્દેશકમાંથી પ્રથમના ૧૯ ઉદ્દેશકની રચના શૈલી પ્રાયઃ સમાન છે. તેના પ્રત્યેક સૂત્ર સાફપ્નદ્દ થી પૂર્ણ થાય છે. ઉદ્દેશકના પ્રત્યેક સૂત્રનો અન્વય અંતિમ સૂત્ર સાથે છે અર્થાત્ દરેક સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત સ્થાનું પ્રાયશ્ચિત્ત વિધાન તે ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં છે. ૨૦માં ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત તપની આરોપણા વિધિના અનેક તથ્યોનું સંક્ષિપ્ત શૈલીથી વર્ણન છે.
55