________________
વિરાધના કરાવશે, સચિત્ત વૃક્ષ ઉપર ચઢો, ગૃહસ્થના વાસણમાં જમો, બેસો, તેના વસ્ત્ર પહેરો, પલંગ પર સૂવો-બેસો આવા ૪૪ પ્રકારના ભાવો ઉત્પન્ન કરશે, તો તેને વશ ન થતાં આ શિક્ષાપાઠને મનમાં ઉતારશો તો આગળ વધી જશો, જલદી જંગલ પાર કરવાની આગેકૂચ થશે પરંતુ જો આ સૂત્રો યાદ નથી કર્યા તો પછી તેમાં જ ફસાઈ જશો. તેમાં ફસાવું ન હોય તો ત્યાંથી પાછા ફરીને શાંતિ પકડી લેજો અને તપાચરણની દવા લઈ લેજો. ચાર આયંબિલથી લઈને એકસો આઠ ઉપવાસ સુધીનો તપ કરવાનો છે. તે કરીને પાછા શક્તિશાળી બની જાઓ ત્યારે આગેકૂચ કરજો. શિક્ષાપાઠ-૧૩ :- અહો સંયમી મુનિવર ! સંયમનાં કારણે કોઈ લબ્ધિ ઉત્પન્ન થઈ હોય, તો તેને જાળવવી જોઈએ, અપ્રમતદશામાં રહેવું જોઈએ. તે દશા તોડાવી માયાદેવી આવીને તમારી ભાવના બદલાવી સચિત્ત પૃથ્વી ઉપર પાણીવાળી સ્નિગ્ધ પૃથ્વી, સચિત્ત રજવાળી પૃથ્વી ઉપર, સચિત્ત શિલા ઉપર, જીવયુક્ત કાષ્ઠ ઉપર ઊભા રાખી, બેસાડીને સૂવાની ભાવના કરાવશે. ઊંચે પાળી ઉપર, ઊંચા સ્થાન ઉપર, સૂવા-બેસવા આદિની ક્રિયા કરાવશે. ગૃહસ્થને શિલ્પકળા શીખવાડી દેવાની ભાવના કરાવશે. ગૃહસ્થ ઉપર કોપાયમાન થઈ કઠોરાદિ ભાષા બોલાવશે. કૌતુકકર્મ-ભૂતિકર્મ વગેરે જ્યોતિષ શાસ્ત્રના લક્ષણ વ્યંજનનાં જોશ જોવડાવશે, સ્વપ્નનાં ફળ વગેરે વગેરે ૭૮ પ્રકારના સ્વભાવ છોડાવી વિભાવભાવ કરાવશે. જો ચેતીને પગલા ભરશો તો વાંધો નહીં આવે, નહીં તો તે જ જગ્યામાં તમને રોકી દેશે. સંયમની જડીબુટ્ટી અલોપ કરી દેશે. કદાચ થોડી વિરાધના અપવાદ માર્ગે થઈ જાય તો પાછી પેલી તપશ્ચરણની જડીબુટ્ટી આત્મભાવનની કરી પી લેજો. તે એક આયંબિલથી લઈને એક્સો આઠ ઉપવાસ કરી સ્વસ્થ બની રસ્તો કાપજો પણ ચુંગાલમાં ફસાતા નહીં તે તમારો શિક્ષાપાઠ છે તેને ધ્યાનમાં લેજો. શિક્ષાપાઠ–૧૪:- અહો મોક્ષાભિલાષી મુનિવર ! તમે પરિગ્રહ ત્યાગી નિષ્કામી બનવા નીકળ્યા છો તે ભૂલી ન જતાં. તમો ચારિત્ર માટે આગળ વધવા પ્રયત્ન કરો ત્યારે પેલા જંગલમાંથી મૂછદેવી પ્રગટ થઈને તમારી સંયમ જડીબુટ્ટીને ઢાંકી દઈને તમારી વ્યાપારી બુદ્ધિને વિકસાવી દેશે અને કહેશે કે પાત્રાની ખરીદી કર, ઉધાર લઈને પછી પૈસા ચૂકવી દેજે, પાત્રનું પરિવર્તન કરી બીજા લઈ લે, ઝૂંટવીને લેવા, ભાગીદારની આજ્ઞા વિના લેવા, સામે લાવેલા લેવા, આચાર્યની આજ્ઞા વિના લેવા, સમર્થને પાત્ર દેવા, અસમર્થને ન દેવા, સુંદર પાત્ર કુરૂપ કરવા, કુરૂપને સુરૂપ કરવા સુગંધ ભરવી વગેરેમાં સમય પાસ કરાવી જંગલમાં રોકી દેવા ૪૧ પ્રકારની ક્રિયામાં જોડી મંગલ