________________
ભાવી અધ્યાત્મ ભાવમાં સ્વભાવની રમણતા કરવા મંગલમય આત્મદેવમાં સ્થિર થવા તમે નીકળ્યા છો. વચ્ચે જંગી જંગલનો રસ્તો આવે છે. અડધું જંગલ પાસ થઈ ગયા પછી તમો જે નગરમાં ગોચરી માટે જાઓ ત્યારે ગોચરી લેવા માટેના જે પાત્રા છે, તે ત્રણ પ્રકારનાં તમોને કહ્યું છે. માટીના, તુંબડાના અને લાકડાના હળવા ફૂલ, તે તમારે લેવા જોઈએ. તે લેવાની ઇચ્છાથી તમે જાઓ ત્યારે લોભ લૂંટારો આવીને તમારા મન ઉપર સવારી કરીને તમને લોખંડના પાત્રો લેવાની ઇચ્છા કરાવશે. દૂર-દૂર ક્ષેત્રમાં જઈને તેને પ્રાપ્ત કરાવવાની ઇચ્છા કરાવશે. ધર્મની નિંદા અને અધર્મની પ્રશંસા કરાવશે. ગૃહસ્થનાં શરીરનું પરિકર્મ-સેવા કરાવશે. કેટલીક વિદ્યાનો પ્રયોગ કરાવી આશ્ચર્યચકિત કરાવશે તેવા ૯૧ નખરા તમારી પાસે કરાવવાની અભિલાષા ઉત્પન્ન કરાવશે, તો તે સમયે તમે વ્રતથી ચલિત ન થતાં તેવી અમારી તમોને શિક્ષા છે. તે આ સંયમ જડીબુટ્ટીની તાકાત છે. તેમાં તમે સ્થિર રહેશો તો આગળ વધી શકશો અને કદાચ આવી ઇચ્છામાં આવી જાઓ અને લોખંડ વગેરે ધાતુવાળા પાત્રાદિ વાપરવાની ઇચ્છા કરી બેસો, તો શાંત થઈને પાછા વળીને તપશ્ચરણની જડીબુટ્ટી આત્મભાવન કરી પ્રાયશ્ચિત્તના રૂપમાં લઈ લેજો. તે પણ, જેવી ભૂલનું દરદ હોય તે પ્રમાણે એક ઉપવાસથી લઈને ૧૨૦ ઉપવાસ સુધીનું સ્વીકારી લેજો. કલ્પતા પાત્રો ગ્રહણ કરીને જીવશો તો જંગલ પાર કરવાની પાછી શક્તિ આવી જશે અને ચારિત્રની વાટે આગળ વધી શકશો, નહીં તો જંગલમાં અટવાઈને દુઃખી થશો. શિક્ષાપાઠ-૧ર :- અહો ત્યાગી મુનિવર ! કરુણાસાગર પ્રભુએ સર્વ જીવો ઉપર કરુણા વરસાવી છે. તમે પણ કરૂણાશીલ છો. તમારી કરુણા શ્રેષ્ઠ છે. બીજાને દુઃખજનક બને તેવું કાર્ય સંતે ન કરાય, માટે આ ઉદ્દેશકમાં હિતશિક્ષા એવી રીતની આપી છે તે તમારે પચાવી લેવી જોઈએ. સંયમ જડીબુટ્ટી આત્મભાવનાના દોર સાથે બાંધેલી હોય તો વાંધો ન આવે પરંતુ તે દોરમાંથી ખસી જતાં પેલા જંગલમાં રહેતા શુદ્ર જંતુઓ તમારી કરુણાને ખાઈ જશે અને તમે જે સ્થાને ઊતર્યા છો તે સ્થાને કોઈ ત્રસ પ્રાણીઓને બાંધેલા જુઓ કે તુર્ત જ દેખાવની દયાવાળા બનીને તે ત્રસ પ્રાણીઓના બંધન છોડાવવાની ભાવના કરાવશે અને છુટા છે તેને બાંધવાની ઇચ્છા કરાવશે તો તેવું ન કરી બેસતાં એવું શિક્ષાપાઠનું વાક્ય છે. તમે જે નિયમો કર્યા છે તે વારંવાર તોડી નાખવાની પ્રેરણા કરશે, રોમવાળા મૃગચર્મ વાપરવાનું કહેશે, ગૃહસ્થના વસ્ત્રથી ઢાંકેલા તૃણપીઠ ઉપર બેસાડશે. વળી સાધ્વીજીની પછેડી ગૃહસ્થ પાસે સીવડાવી લેવી, તેમ કહેશે. પાંચ સ્થાવરની
42