________________
વધવાનો પ્રત્યન કરશો તો જ જંગલ પાર કરી શકશો. શિક્ષાપાઠ-૮:- હે મુમુક્ષુ મુનિવર ! તમે તમારી યાત્રા આગળ ધપાવતા જાઓ. તમે ઉતરવા માટે ઘણા સ્થાન પસંદ કરો ત્યારે સંસારીના સંપર્કથી દૂર રહેજો. ધર્મકથા કરવા બેસો ત્યારે કોની પાસે કેવી રીતે કરવી તેનો ખ્યાલ રાખશો. ધર્મકથા ભૂલાવી દેવા રતિ દેવી તમારી પાસે આવશે અને વિકારોત્પાદક વિકથા કરાવશે, તે સમયે સાવધાન રહેવું જરૂરી છે. નહીં રહો તો સંયમ જડીબુટ્ટીને સાચવવાની ઘણી ઘણી હાનિ થશે. તે હાનિ કદાચ થઈ જાય તો તપાનુષ્ઠાનની જડીબુટ્ટીમાંથી એક ઉપવાસથી લઈને ૧૨૦ ઉપવાસ કરી લેવાની દવા પી જશો. પછી પાછા આગળ વધવાનું કામ કરજો. શિક્ષાપાઠ-૯:- અહો મુમુક્ષુ મુનિવર ! આરોગ્ય પ્રાપ્ત કરીને આગળ વધશો, ત્યારે તમારી દષ્ટિ બરાબર રાખજો. દષ્ટિમાં આહાર સુંદર દેખાય, રાજા માટે બનાવેલ હોય, તાજી તાજી સોડમ આવતી હોય લેવાનું મન થાય, તો તે છોડી દેજો કારણ કે તેમાં રતિદેવી આવીને વસી જઈને ઇચ્છા કરાવ્યા કરશે. તેમજ રાજા રાણીને જોવાનો ભાવ આવા કંઈક પચ્ચીસ પ્રકારના નખરા કરીને તમને જંગલમાં જ રોકી દેશે. કદાચ આવું બને તો તે જ મિનિટે બીજી જડીબુટ્ટીનો ઉપયોગ કરી એક ઉપવાસથી લઈને ૧૨૦ ઉપવાસ કરી લેજો. શિક્ષાપાઠ–૧૦:- હે મુમુક્ષુ મુનિવર ! તમારે પથ આગળ કાપવાનો છે, ઊંડાણવાળા ગીચોગીચ ભરેલા જંગલમાં ચાલવાનું છે. તે વખતે માન કષાય, તમારી સંયમરૂપી જડીબુટ્ટી ચોરવા આવશે અને જીભ ઉપર બેસી તમારા ઉપકારી રત્નાધિક ગુસ્વર્યો સાથે ભેદ પડાવવા કર્કશ વાણીનો પ્રયોગ કરાવી આશાતના કરાવશે. અનંત કાયયુક્ત આહાર લેવાની ફરજ પાડશે તેવો આહાર કરાવશે. કોઈની સામે નિમિત્ત જ્ઞાનનો પ્રયોગ કરાવશે. બીજા મુનિરાજોના શિષ્યોને ફોડી પોતાના કરવાની ફરજ પડાવશે. કલહની ઉદીરણા કરાવી શાંતિનો ભંગ કરાવશે. આ રીતે જીભના ૪૭ કાર્યો કરાવી ત્યાં અટકાવી દેશે. તે સમયે સાવધાન રહી તે કષાયરૂપ દાવાનળમાં દાઝી ન જતાં સંયમની જડીબુટ્ટીથી વારણ કરજો. જો તે નિવારણ ન કરી શકો તો તપરૂપ જડીબુટ્ટી આત્મ ભાવનાથી ઘૂંટીને તેનું પાન કરીને એક ઉપવાસથી લઈને ૧૨૦ દિવસ ઉપવાસ કરી માન કષાયને હટાવશો તો આરોગ્યવાન બની ચારિત્રની વાટે આગળ ચાલી શકશો. શિક્ષાપાઠ–૧૧ – અહો મુમુક્ષુ મુનિવર ! સંસારથી નિવૃત્તિ લઈને આત્મ ભાવના