________________
આત્મા તરફ જવા નહીં દે માટે તેનાથી ચેતીને ચાલવું કદાચ તેની ચુંગલમાં આવી જાઓ તો પણ છૂટી જઈને પેલી તપશ્ચરણની જડીબુટ્ટીનું પાન કરીને એક આયંબિલથી લઈને ૧૦૮ ઉપવાસ કરી લઈને શુદ્ધ બની પાછા આગેકૂચ કરશોજી.
શિક્ષાપાઠ—૧૫ :– અહો મોક્ષકામી મુનિવર ! તમે તો ભાષા સમિતિને વરેલા છો. પૂર્ણ જગત છોડી જગતપતિ થવાં કદમ ભર્યા છે, પરંતુ મોહકર્મનું જંગી જંગલ નીચે મંગલ સ્વરૂપ છે તેને ઉજ્જવળ ભાવે પ્રગટ કરવા જોરદાર પુરુષાર્થ ઉઠાવવો પડે અને કદમ ઉપડે પણ ખરા ત્યાં તો વિકલ્પના વનપ્રદેશમાંથી કર્કશા દેવી માનભેર આવી જીભ ઉપર બેસી સંયમ જડીબુટ્ટીના પ્રભાવને ઢાંકી એલ ફેલ બોલાવી અન્ય સાધુની આશાતના કરાવે, સચિત્ત આમ્રાદિ ફળ ખાવાની ઇચ્છા કરાવે, ગૃહસ્થ પાસે પોતાના શરીર સંબંધી ૫૪ પ્રકારના પરિકર્મ કરાવે. અકલ્પનીય સ્થાનમાં મળમૂત્ર પરઠાવે, ગૃહસ્થને આહારાદિ અપાવે, આહાર વસ્ત્રાદિની લેતી દેતી કરાવે. જીભના દોષો લગાડવા માટે પાવરધા બનાવે, આ રીતે કર્કશા દેવી ૧૫૪ દોષો કરાવવાની કોશિષ કરશે તો તમે તેનાથી અળગા રહીને ઉત્સર્ગ માર્ગ છોડીને તેની ચાહમાં આવી જતાં નહીં, ખૂબ-ખૂબ આકર્ષણ કરીને કદાચ ખેંચી જાય તો જલદી પાછા ફરી ગુરુદેવના ચરણોમાં જઈ, પ્રણિપાત કરી, આશાતના છોડી, પેલી તપશ્ચરણની જડીબુટ્ટી ઘૂંટીને પી જઈને, એક દિવસની આયંબિલથી લઈને ૧૦૮ દિવસના ઉપવાસનું અનુપાન કરજો. સ્વસ્થ બની આત્મસ્થ થવા વળી પ્રયાણ આદરશો તો ચારિત્રની વાટ પકડાશે.
-
શિક્ષાપાઠ—૧૬ :– અહો પરમપદપિપાસુ મુનિવર ! તમે તો અચેતના ભોગી, નિઃસંગી વૈરાગી બની નીકળ્યા છો. વળી ગૃહસ્થયુક્ત, જલયુક્ત, અગ્નિયુક્ત મકાનમાં રહેવું તે યોગ્ય નથી. એવા મકાનમાં રહેતા મોહરાજાની આસક્તિ કુમારી તમારી પાસે આવીને કુસંગમાં લઈ જશે. સત્સંગમાં જતાં અટકાવશે. અરણ્યવાસી વટેમાર્ગુ પાસેથી આહાર લેવડાવશે, અલ્પ ચારિત્રવાનને વિશેષ ચારિત્રગુણ સંપન્ન કહેવામાં પ્રેરશે, કદાગ્રહાદિ બનાવી વિરાધનાવાળા સ્થાનોમાં લઈ જઈને, ૫૦ સ્થાનોમાં ફેરવીને આસક્તિ પોતાના બાહુપાશમાં જકડી લેશે તો ત્યાં સંભાળીને તમારે રહેવું જોઈએ. કદાચ અસંગ છોડી કુસંગમાં ફસાય જાવ તો જલદી છૂટીને પેલી તપશ્ચરણની જડીબુટ્ટી ઘૂંટીને, એક આયંબિલથી લઈને ૧૦૮ ઉપવાસ કરી સત્સંગ તરફ આગળ વધજો.
શિક્ષાપાઠ—૧૭ :– અહો કલ્યાણકામી મુનિવર ! તમોએ પ્રતિજ્ઞા કેટલી વિશુદ્ધ ભાવે લીધી હતી કે હું આત્મ સાધનામાં લાગી જઈશ. જ્ઞાન, દર્શન, સ્વાધ્યાયમાં સતતલીન રહીશ એ લીનતાનો ભંગ કરવા મોહરાજાનો પુત્ર કૌતુક કુમાર આવી વિક્ષેપ ઊભો
44