________________
૩૦૮ ]
શ્રી નિશીથ સૂત્ર
पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं छम्मासा । ભાવાર્થ- સાડા પાંચ માસનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો ન્યુનાધિકતા રહિતપણે એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી છમાસની પ્રસ્થાપના થાય છે. વિવેચન :
આ સુત્રોમાં માસિક અને દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોની સંયુક્ત પ્રસ્થાપિત આરોપણાનું કથન છે. એક માસ અને દ્વિમાસની જેમ જ અન્ય અનેક માસ સંબંધી પ્રસ્થાપના આરોપણા સમજવી જોઈએ.
આગમના સૂત્રો સંક્ષિપ્ત છે. તદનુસાર તેના ભાવાર્થ અને વિવેચન પણ સીમિત હોય છે, તેથી આગમના રહસ્યો ગુરુગમથી જાણવા જરૂરી છે.
છે વીસમો ઉદ્દેશક સંપૂર્ણ છે
| નિશીથ સૂત્ર સંપૂર્ણ
S