________________
ઉદ્દેશક ૨૦
303
ભાવાર્થ :- છમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ એક મહિનાનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી આલોચના કરે તો તેને એક પક્ષથી(૧૫ દિવસથી) ન વધુ, ન અલ્પ એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યાર પછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
३१ पंच मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा - अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्ढो मासो ।
ભાવાર્થ:- પંચમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો ન અધિક, ન અલ્પ એવું એક પક્ષનું(પંદર દિવસનું) આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
| ३२ चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा - अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्डो मासो ।
ભાવાર્થ:- ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને પંદર દિવસનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
३३ | तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्डो मासो ।
ભાવાર્થ:- ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને પંદર દિવસ(એક પક્ષનું) આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
३४ दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेडं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्डो मासो ।
ભાવાર્થ:- દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને પંદર દિવસ(એક પક્ષનું) આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.