________________
[ ૩૦૪ ]
શ્રી નિશીથ સૂત્ર
३५ मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउंसकारणं अहीणमइरित्तं, तेण पर दिवड्डो मासो । ભાવાર્થ:- માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને પંદર દિવસ(એક પક્ષનું) આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ સૂત્રોનું વિવેચન ૧૯ થી ૨૪ સૂત્ર પ્રમાણે જાણવું ત્યાં બે માસની સ્થાપિતા આરોપણાનું કથન છે અને આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વહન દરમ્યાન લાગેલા દોષની એક માસની પ્રાયશ્ચિત્તની સ્થાપિત આરોપણાનું કથન છે. એક માસની પ્રસ્થાપિતા આરોપણા - ३६ दिवङ्क-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दो मासा । ભાવાર્થ – દોઢ માસનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને એક પક્ષનું ચુનાધિક રહિતપણે આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી બે માસની પ્રસ્થાપના થાય છે. ३७ दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरितं, तेण परं अड्डाइज्जा मासा । ભાવાર્થ:- દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી અઢી માસની પ્રસ્થાપના થાય છે. |३८ अड्डाइज्ज-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं तिण्णिमासा । ભાવાર્થ- અઢી માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી, આલોચના