________________
[ ૩૦૨ |
શ્રી નિશીથ સૂત્ર
परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सदसराया पंचमासा। ભાવાર્થ - ચાર માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર, પ્રાયશ્ચિત્ત વહનકાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ બે માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી તેની આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન હન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી પાંચ માસ અને દસ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
२९ सदसराइय-पंचमासियं परिहारहाणं पट्ठविए अणगारे अंतरा दोमासियंपरिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं छमासा । ભાવાર્થ – પાંચ માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણ વશ બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી તેની આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન હીન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી છ માસની પ્રસ્થાપના થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વહનકાલમાં લાગેલા દોષના પ્રાયશ્ચિત્તને પ્રસ્થાપિત કરી પૂર્વ પ્રાયશ્ચિત્ત પૂર્ણ કર્યા પછી અલગ વહન કરવાની પ્રસ્થાપના આરોપણા'ની વિધિ બતાવી છે. પૂર્વના સૂત્રોમાં સ્થાપિત આરોપણાની વિધિ બતાવી છે. તેમાં પૂર્વ પ્રાપ્ત દ્વિમાસિક પ્રાયશ્ચિત્તને વહન કરતા પુનઃ દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન અને તેની સાનુગ્રહ આરોપણાનું વર્ણન છે. સ્થાપિત આરોપણામાં સાનુગ્રહ આરોપણા પ્રાયશ્ચિત્ત એક જ વાર હોય છે. તે પૂર્વના છ સૂત્રથી જણાય છે જ્યારે પ્રસ્થાપિત આરોપણા પ્રાયશ્ચિત્તમાં પુનઃ પુનઃ સાનુગ્રહ આરોપણા થઈ શકે છે તે કથન આ સૂત્રોથી સિદ્ધ થાય છે. તે પરં:- આ ઉદ્દેશકના ૫,૧૦,૧૯ વગેરે સૂત્રોમાં તેનું પરં શબ્દનો સ્વાભાવિક અર્થ તેનાથી વધુ તેવો અર્થ થાય છે અને તે પ્રસંગાનુકૂલ છે, પરંતુ આ સૂત્રો પ્રસ્થાપિતા આરોપણા સંબંધી છે અને તેમાં પ્રાયશ્ચિત્ત ઉમેરતાં-ઉમેરતાં છ માસ સુધીનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. તેથી આ પ્રસંગે તે પરં નો સ્વાભાવિક અર્થ તેનાથી વધુ પ્રસંગ-સંગત નથી.
ચૂર્ણિકારે કહ્યું છે કે અહીં પૂર્વ પ્રાયશ્ચિત્તમાં પછી-પછીના પ્રાયશ્ચિત્તને ઉમેરવામાં આવ્યું છે તેથી આ સૂત્રોમાં તે પર શબ્દનો “સંયુક્ત કરવાથી' તેવો અર્થ થાય છે. એક માસની સ્થાપિતા આરોપણા:३० छम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्डो मासो ।