________________
ઉદ્દેશક-૨૦
[ ૩૦૧ |
(૧) પ્રસ્થાપિતતા– પ્રાયશ્ચિત્તરૂપે પ્રાપ્ત તપનો પ્રારંભ કરવો, પ્રાયશ્ચિત્ત તપમાં થતી આરોપણા તથા વહન કરતા પ્રાયશ્ચિત્તના દિવસોમાં અન્ય પ્રાયશ્ચિત્તના દિવસો ઉમેરીને થતી આરોપણા. (૨) સ્થાપિતવહન કરાતા પ્રાયશ્ચિત્તના દિવસોથી અલગ પ્રાયશ્ચિત્તના દિવસોની આરોપણાને સ્થાપિતા આરોપણા કહેવાય છે. (૩) કુના- વહન કરાતા પ્રાયશ્ચિત્તના સમય દરમ્યાન લાગેલા દોષોની નિરનુગ્રહ આરોપણાને કૃત્ના આરોપણા કહેવાય છે. (૪) અકસ્મા- વહન કરાતા પ્રાયશ્ચિત્તના સમય દરમ્યાન લાગેલા દોષોની સાનુગ્રહ આરોપણાને અકૃત્સના કહેવાય છે. (૫) હાડહડા- તત્કાલ વહન કરાતી આરોપણા. આ સૂત્રોમાં એક સાથે પ્રથમની ચાર પ્રકારની આરોપણાનું કથન છે. બે માસની આરોપણા - | २५ सवीसइराइयं दोमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउ सकारणं अहीणमइरित्तं, तेण परं सदसराया तिण्णिमासा । ભાવાર્થ- બે માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર, પ્રાયશ્ચિત્ત વહન કાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ બે માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને વીસ રાત્રિની આરોપણાથી ન હીન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી ત્રણ માસ અને દસ દિવસની પ્રસ્થાપના થાય છે. २६ सदसराइय-तेमासियं परिहारहाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा, आदिमज्झावसाणे सअटुं सहेउ सकारणं अहीणमइरित्तं, तेण परं चत्तारि मासा । ભાવાર્થ-ત્રણ માસ અને દસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર, પ્રાયશ્ચિત્ત વહનકાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી હેતુ કે કારણવશ બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી તેની આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન હીન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી ચાર માસની પ્રસ્થાપના થાય છે. |२७ चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सवीसइराइया चत्तारि मासा । ભાવાર્થ:- ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ બે માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી તેની આલોચના કરે, તો તેને વીસરાત્રિથી ન હીન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી ચાર માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. २८ सवीसइराइय-चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं