________________
૩૦૦ ]
શ્રી નિશીથ સૂત્ર
પછી પુનઃ દોષ સેવન કરે તો બે માસ અને વીસરાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. २३ दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउ सकारणं अहीणमइरित्तं तेणं पर सवीसइराइया दो मासा । ભાવાર્થ:- દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી માયા રહિતપણે આલોચના કરે, તો વીસરાત્રિથી ન અલ્પ ન અધિક આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી પુનઃ દોષનું સેવન કરે, તો બે માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. २४ मासियं परिहारहाणं पट्टविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरितं तेण परं सवीसइराइया दो मासा । ભાવાર્થ - માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી, માયા રહિત પણે આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન અલ્પ, ન અધિક આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી પુનઃ દોષનું સેવન કરે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
કોઈ સાધુ એક માસથી છમાસ સુધીનું પ્રાયશ્ચિત્ત વહન કરતા હોય અર્થાત્ પ્રાયશ્ચિત્ત સંબંધી તપાદિ ચાલુ હોય, તે સમય દરમ્યાન બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરે, તો તેના ઉપર અનુગ્રહ કરી વીસ દિવસના પ્રાયશ્ચિત્તની આરોપણા કરવામાં આવે છે અને પુનઃ તેવા દોષનું સેવન કરે તો તેના પર અનુગ્રહ ન કરતાં બે માસનું નિરનુગ્રહ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
સાનુગ્રહ આરોપણાના વીસ દિવસ અને નિરનુગ્રહ આરોપણાના બે માસ, આ બંને પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરી બે માસ અને વીસ દિવસની આરોપણા આ સૂત્રમાં કહી છે. સાનગ્રહ આરોપણા પ્રાયશ્ચિત્તના દિવસની સંખ્યા કાઢવાની વિધિ :- જેટલા મહિનાનું પ્રાયશ્ચિત્ત સ્થાન હોય તેમાં બે ઉમેરી પાંચ ગુણા કરતા જે સંખ્યા આવે તેટલા દિવસનું સાનુગ્રહ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
જેમ કે માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન માટે એક માસના એકમાં બે ઉમેરતા ત્રણ થાય, તેને પાંચ ગુણા કરતાં પંદર થાય, તેથી માસિક પ્રાયશ્ચિત્તની સાનુગ્રહ આરોપણા પંદર દિવસની જાણવી. દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાન માટે બે માં બે ઉમેરતાં ચાર થાય, તેને પાંચ ગુણા કરતાં વીસ થાય. દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની સાનુગ્રહ આરોપણા વીસ દિવસ કહેવાય. તે જ રીતે ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની ૨૫ દિવસ, ચાતુર્માસિક પરિહાર સ્થાનની ૩૦ દિવસ અને છમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની ૪૦ દિવસની સાનુગ્રહ આરોપણા સમજવી. આરોપણા પ્રાયશ્ચિત્તના પ્રકાર :- ઠાણાંગ સૂત્ર, સ્થાન-૫ ઉ.-૨, સુ.-૪૭માં આરોપણા પ્રાયશ્ચિત્તના પાંચ પ્રકાર કહા છે