________________
ઉદ્દેશક-૨૦
૨૯૯ ]
પ્રાયશ્ચિત્ત વહન કાળમાં પ્રાયશ્ચિત્ત તપ કરનારની વૈયાવચ્ચ કરવાનો નિર્દેશ આ સૂત્રમાં મળે છે. તાત્પર્ય એ છે કે તપકાળમાં સેવાની આવશ્યક્તા હોય તો સેવા પણ કરાય છે જો કે પ્રાયશ્ચિત્ત વહન કરનાર સ્વયં પોતે પોતાનું કાર્ય કરી શકતા હોય ત્યાં સુધી સેવા કરાવતા નથી. બે માસની સ્થાપિત આરોપણાઃ१९ छम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेऊ सकारणं अहीणमइरित्तं, तेणं परं सवीसइराइया दोमासा । ભાવાર્થ – છ માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરીને, માયા રહિત પણે આલોચના કરે તો વીસ રાત્રિથી ન અલ્પ, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યારપછી પુનઃ દોષનું સેવન કરે, તો બે માસનું અને વીસ રાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. २० पंचमासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेऊं सकारणं अहीणमइरित्तं तेणं परं सवीसइराइया दो मासा । ભાવાર્થ - પંચમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરીને, માયારહિતપણે આલોચના કરે, તો તેને વીસરાત્રિથી ન હીન ન અધિક, એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી પુનઃ દોષનું સેવન કરે, તો બે માસ અને ૨૦ અહોરાત્રનું પ્રાયશ્ચિત્ત આવે છે. २१ चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आरोहणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेणं परं सवीसइराइया दो मासा । ભાવાર્થ:- ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરીને, માયા રહિતપણે આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન અલ્પ, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી પુનઃ દોષ સેવન કરે તો બે માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. २२ तेमासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । ભાવાર્થ:- ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરીને, માયા રહિત પણે આલોચના કરે, તો તેને વીસરાત્રિથી ન અલ્પ, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર